બાળકોના સર્વાંગી વિકાસ અને સુશુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે વિવિધ સાંસ્કૃતિ પ્રવતીઓ કરવામાં આવતી હોય છે ત્યારે તાજેતરમાં ઇડર તાલુકાના મોટા કોટડામાં આવેલી ડી.કે.વ્યાસ અને દિવાળીબેન રેવાભાઈ પ્રજાપતિ હાઈસ્કૂલમા વેશભૂષા સ્પર્ધા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ભાગ લીધો હતો. હાઈસ્કૂલમા યોજાએલ આ કાર્યક્રમના આયોજન બદલ આચાર્યશ્રી સંગીતાબેન પટેલ તથા મોટા કોટડા સાર્વજનિક ટ્રસ્ટના હોદ્દેદારોએ કાર્યક્રમના આયોજન બદલ હાઇસ્કુલના પરિવાર તથા વેશભૂષામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને બિરદાવી શુભેચ્છા પાઠવી હતી