ઝાલોદ તાલુકામાં વસ્તીની ટકાવારી રીતે જોઈએ તો અહીંયાં રહેનાર મતદાતાઓ મોટા ભાગના ખેતી પર નિર્ભર છે. ખેતીથી પરિવારનું ભરણપોષણ શક્ય ન હોવાથી મોટા ભાગના મતદાતાઓ તાલુકા બહાર રોજીરોટી માટે પલાયન કરતા હોય છે , વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણી લડતા ઉમેદવારો કે કાર્યકર્તાઓ પલાયન કરીને ગયેલા મતદાતાઓને લાવવામાં નિષ્ફળ જતાં તેની સીધી અસર મતદાન પર થયેલ જોવા મળી હતી. મતદાન ઓછું થતાં ચૂંટણીમાં ઉભેલા ઉમેદવારો પણ મુંઝવણમાં મુકાઈ ગયેલ જોવા મળતા હતા. વિધાનસભાની ચૂંટણીમાં મતદાન ઓછું થતાં હવે તેની અસર કઈ રાજકીય પાર્ટીને થઈ તે હાલ કલ્પવું અઘરૂ છે.હવે સહુ મતદાતાઓ અને ઉમેદવારોની નજર ૮ તારીખે થતી ચૂંટણી ગણતરી પર નજર છે કે શું પરિણામ આવશે. ચૂંટણી પુરી થતાં દરેક રાજકીય પાર્ટીના ઉમેદવારો દ્વારા વિજયના દાવા કરવામાં આવ્યા હતા હવે સાચી હકીકત તો મતદાનની પેટી ખુલશે ત્યારે જ ખબર પડશે.