સૂર્યનો પ્રકાશ આજે જાણે વિલિન થઈ ગયો હોય તેમ ભારતના એક સૂર્યનો અસ્ત થયો અને તેમણે સમગ્ર વિશ્વને તેમજ માનવતાને તેજોમય કરી આ મહામાનવ એટલે બાબા સાહેબ આંબેડકર તેમનો આજે "મહાપરિનિર્વાણ દિવસ" છે. વિશ્વરત્ન, જ્ઞાનના પ્રતીક, ભારતીય બંધારણના ઘડવૈયા, સામાજિક ન્યાયના હિમાયતી, મહિલા મુક્તિદાતા, આઝાદીના ઉદઘોષક, સમાજશાસ્ત્રી, અર્થશાસ્ત્રી, અખંડ ભારતના નિર્માતા, ભારતના પ્રથમ કાયદા પ્રધાન, જેમણે સાંકળો કાપી, મૂંગાને જીભ, બહેરાને કાન, આંખ આંધળા, કલમના જાદુગર, સમતાવાદી સમાજના સર્જક, વિશ્વરત્ન,વિશ્વવિભૂતિ, યુગપુરુષ,સિમ્બોલ ઓફ નોલેજ, નારીમુક્તિદાતા, પ્રખર ધારાશાસ્ત્રી,ગરીબો તેમજ વંચિતોના ઉદ્ધારક, કાયદાના ઘડવૈયા એવા મહામાનવ ડૉ. બાબાસાહેબ આંબેડકરના *મહા પરિનિર્વાણ* પર શ્રદ્ધાંજલી અપર્ણ કરવા માટે આજે સમાજના ભાઈઓ બહેનો, સ્નેહજનો તેમજ સર્વે લોકો ઉપસ્થિત રહી સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ કોડીનાર દ્વારા ડૉ.બાબા સાહેબ આંબેડકર મહાપરિનિર્વાણ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો તેમા ઉપસ્થિત રહ્યાં હતાં. મહામાનવ અને મસીહા તેમજ ગુલામીના મુક્તિદાતા ડૉ.બાબા સાહેબ આંબેડકર સાહેબના મહાપરિનિર્વાણ ને ૬૬ વર્ષ પૂર્ણ થયા છે આજે માત્ર ભારતમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાજ તેમજ મહિલાઓ જ નહિ સમગ્ર ભારતના લોકો પ્રગતિ કરી રહ્યા છે તેનો સમગ્ર શ્રેય આ મહાન રાષ્ટ્રીય નેતાને જાય છે. વૈશ્વિક સ્તરે જેમના જ્ઞાન થી દેશને ગૌરવ પ્રાપ્ત થયેલ છે તેમની આજે BSKC IAS STUDY CENTER KODINAR ખાતે સ્મૃતિ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે તો સમગ્ર કોડીનાર તાલુકા અનુસૂચિત જાતિ સમાજ તેમજ સર્વે અને તમામ તાલીમાર્થી ભાઈઓ બહેનોએ હાજર રહી

સમય સવારે ૧૧:૦૦ કલાકે સ્થળ : પ્રબુદ્ધ ભવન, BSKC IAS STUDY CENTER બાયપાસ રોડ, કોડીનારતારીખ : ૬ ડિસેમ્બર ૨૦૨૨ ના રોજ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી..., મહિલાના મુક્તિદાતા બાબા સાહેબના મહાપરિનિર્વાણદિને BSKC ની તાલીમાર્થી બહેનો દ્વારા દીપ પ્રગટાવી અને બાબા સાહેબના વિચારો રજૂ કરી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. સમગ્ર બીએસકેસી મેનેજમેન્ટ ટીમ અને કોડીનાર તાલુકાના સર્વે લોકો ઉપસ્થિત રહ્યાં હતા.

રિપોર્ટર જહાંગીર બ્લોચ ભાચા ઉના