આશુતોષ અન્નક્ષેત્ર તળાજા દ્વારા ધાબળા વિતરણ છેલ્લા ચાર વરસથી આશુતોષ અન્નક્ષેત્ર તળાજા ગરીબોને ઝૂંપડપટી વિસ્તારમાં નિયમિત ભોજન પહોંચાડે છે. સાથે સાથે જીવન જરૂરી વસ્તુ પણ આપે છે. શિવકથાકાર ભારદ્વાજબાપુ કહે છે કે ‘આવી કડકડતી ઠંડીમાં ચાર દીવાલો વચ્ચે આપણને પણ ઠંડી ધ્રુજાવી દે છે. ત્યારે રસ્તા પર સૂતા ઘર વિહોણા ગરીબોની હાલત શું થતી હશે ? એક અંદાજ પ્રમાણે ભારતમાં ઠંડીને કારણે દર વર્ષે 10000થી પણ વધારે મૃત્યુ પામે છે.’
તાજેતરમાં આશુતોષ અન્નક્ષેત્ર દ્વારા ગરીબોને ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તળાજાથી ભાવનગર સુધી રાત્રે સૂતેલા બેરોજગાર, ગરીબોને જરૂરિયાતોને, પાગલ, ભિક્ષુકને ધાબળા ઓઢાડ્યા હતા.પ્રિયાંક સુરેશચંદ્ર શાહ (ફાફડીયા ) બોરીવલી તરફથી ધાબળાનો સહયોગ મળેલ છે સ્વયમ સેવકો એ જહેમત ઊઠાવી હતી. આ સેવા માટે આપ સંપર્ક ૯૯૭૯ ૩૪૩૪૩૪ કરી શકો છો