ગાંધીધામમાં પુસ્તક પરબનું આયોજન

વિષય : પુસ્તક પરબ, ગાંધીધામ નો ૦૯માં વર્ષમાં મંગળ પ્રવેશ (ગાંધીધામ) માતૃભાષા અભિયાન અમદાવાદ દ્વારા ભાષા અને સંસ્કૃતિના સંવર્ધન અર્થે પુસ્તક પરબનો પ્રકલ્પનો આરંભ ગુજરાતમાં ૦૨ ઓક્ટોબર, ૨૦૧૩ થી કરવામાં આવેલ હતો. કચ્છમાં પણ ડિસેમ્બર - ૨૦૧૪ થી પુસ્તક પરબની શરૂઆત કરવામાં આવેલ હતી. અત્યાર સુધી ૭૧ પુસ્તક પરબો નું સફળ આયોજન કરીને અંદાજે ચાલીસ હજાર થી પણ વધુ પુસ્તકોનું વાચકોના લાભાર્થે નિશુલ્ક આદાન પ્રદાન કરવામાં આવેલ છે. ડિસેમ્બર – ૨૦૨૨માં યોજાનાર ૭રમાં પુસ્તક પરબ સાથે પુસ્તક પરબ આઠ વર્ષ પૂર્ણ કરીને નવમા વર્ષમાં પ્રવેશ કરશે બાળકો અને યુવાનો માટે વેકેશન પુસ્તક પરબ તથા ભારત વિકાસ પરિષદ સાથે મળીને અત્યાર સુધી ૦૩ પુસ્તક મેળાઓ નું સફળ આયોજન કરવામાં આવેલ છે. સંકૂલના હજારો પુસ્તક પ્રેમીઓએ પુસ્તક પરબનાં પ્રકલ્પને ઉમળકા સાથે આવકાર આપેલ છે. દાતાઓ, વર્તમાન પત્રો, કાર્યવાહકો અને વાચકોના અપ્રતિમ સહકારથી ભાષાના સંવર્ધનનું મહત્વનું કાર્ય સતત થઈ રહ્યું છે. ઉપરાંત એન્જીનિયરીંગ, સાયન્સ, મેનેજમેંટ જેવી પ્રવેશ પરીક્ષાઓની મોંઘી બુક્સ પણ દાતાઓ દ્વારા વિધ્યાર્થીઓને સમયાંતરે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આજરોજ તારીખ ૦૪-૧૨-૨૦૨૨ ને રવિવારના રોજ ૭૨માં ચરણમાં નવા પુસ્તકો સાથે પુસ્તક પરબ નું આયોજન ગોપાલપુરી મેઇન ગેટ પાસે, ગાંધીધામ મધ્યે કરવામાં આવેલ હતું, જેમાં ૧૭૭ બુક્સની જાવક અને ૧૨૦ બુક્સ ની આવક થયેલ હતી. કુલ ૨૯૯ બુક્સ નું આદાન પ્રદાન થયેલ હતું. આજના પરબમાં ૯૦ વર્ષનાં નિયમિત વાચક શ્રી વાઘજીભાઇ પ્રજાપતિ એ લાંબા અંતરાલ પછી લાભ લઈ ને પરબને શુભેચ્છા પાઠવી હતી. આગામી પરબનો લાભ લેવા સંકૂલની વાંચન પ્રિય જનતા ને હાર્દિક નિમંત્રણ છે. પરબનાં કાર્યવાહકો સર્વેશ્રી, સતીશ મોતા, ઉર્મિલા મોતા, સુરેશ લાલવાણી, કોમલબેન લાલવાણી, દેવરાજ મહેશ્વરી, મનીશ ગઢવી, શીતલ ઠક્કર,ડેનીભાઈ, હરગોવન પ્રજાપતિ, સુનિલ ઠક્કર અને જિગીશ પ્રજાપતિ દ્વારા વાચકો ને સેવા આપવામાં આવે છે.

*રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ*