લખતર તાલુકાના ઢાંકી ગામ પાસે પંપીંગ સ્ટેશન પાસે કેનાલમાં તરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેની તાત્કાલિક અસરે નર્મદા નિગમના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી.છેલ્લા કેટલાક દિવસથી કેનાલમાં શેવાળ કાઢવાની કામગીરી શરૂ રાખવામાં આવી છે. ત્યારે હજુ બે દિવસ પહેલા જ કોહ્વાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. જેની ઓળખ મેળવવા પોલીસને પણ ભારે મુશ્કેલ બની હતી. ત્યારે આજે ફરીવાર વહેલી સવારે શેવાળ કાઢતા પાણીમાં તરતી હાલતમાં મૃતદેહ જોવા મળતા તાત્કાલિક અસરે નર્મદા નિગમના અધિકારીઓને તેમના કર્મચારીઓ દ્વારા જાણકારી આપવામાં આવી હતી.આ ઘટનાની તાત્કાલિક અસરે નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા લખતર પોલીસ સ્ટેશન ખાતે જાણકારી આપવામાં આવતા ઢાંકી વિસ્તારમાં આવતા પોલીસ તંત્રના કર્મચારીઓને તાત્કાલિક અસરે ઢાંકી પંપીંગ સ્ટેશન ખાતે તપાસ માટે મોકલ્યા હતા. ત્યારે આ મૃતદેહને તરવૈયાઓ બોલાવી બહાર કાઢવામાં આવ્યો હતો. હાલમાં બહાર કાઢવામાં આવેલા મૃતદેહ ઉપર કાળું પેન્ટ અને સફેદ ટીશર્ટ પહેરેલુ હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.