મહીસાગર જિલ્લાના સખી મતદાન મથક હાંડીયા (બાલાસિનોર) ખાતે યુવા મતદાર નેહાબેન મહેરા અને સંધ્યાબેન મહેરાએ પ્રથમ વખત મતદાન કરી હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. આ બાબતે નેહાબેન મહેરાએ જણાવ્યું હતું કે, મને ખૂશી છે કે, ૧૮ વર્ષ પુરા થતા આજે મતદાન કરવાનો અવસર મળ્યો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મતદાન આપણા ભવિષ્ય માટે ખૂબ જરૂરી છે જેથી અવશ્યપણે મતદાન કરવું જોઈએ.