વઢવાણ શહેરમાં રેલવે સ્ટેશન ની સામે ગ્રાઉન્ડમાં સુંદર મજાનું આયોજકો દ્વારા મેળા નું આયોજન થઈ રહ્યું છે હાલમાં અવનવી રાઈડસ નું ફીટીંગ થઈ રહ્યું છે સુંદર મજાનું સ્વચ્છ સુંદર ગ્રાઉન્ડ છે આયોજકો દ્વારા સુંદર મજાનું આયોજન આવી જ રીતે સુંદર મજાનું આયોજન સુરેન્દ્રનગર શહેરના મેળાના મેદાનમાં પણ થઈ રહ્યું છે છેલ્લા બે વર્ષથી કોરોના કાળમાં નાના માણસો ખૂબ જ હેરાન હતા. તેમજ પબ્લિક પણ હેરાન હતી મેળો બંધ હતો ઘરમાં રહેવું પડતું હતું આ વર્ષે મેળાનું આયોજન થવાથી તમામ મેળા સાથે જોડાયેલા નાના માણસો અને મોટા માણસોને રોજીરોટી મળી રહેશે તેમ જ પબ્લિકને પણ ખૂબજ આનંદ આવશે બે વર્ષથી તહેવારના દિવસો ઘરમાં જ ગાળ્યા છે જેથી આ વખતે ઘોડાપૂર ઉમટવાનું છે જેથી આપણે ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરીએ કે આ ભાતીગળ મેળો ભાઈચારો રાખીને માણી શકીએ અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે નાના ચકરડી વાળા ભાઈઓ અને મોટા ચકડોળ વાળા ભાઈઓ સારી રીતે રોજીરોટી કમાઈ શકે એવી પણ પ્રાર્થના કરીએ તેમજ મેળો માણવા આવતા પબ્લિકને પણ પોસાય અને મેળા નો આયોજકો અને ચકરડી વાળા પણ સંતોષકારક કમાઈ શકે એવા વ્યાજબી ભાવો હોય.