જૂનાગઢ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉદઘોષ સભાનું થયું આયોજન
જુનાગઢ BAPS સ્વામિનારાયણ મંદિરનાં વિશાળ પ્રાંગણમાં હજારોની ભકતોની જનમેદની અને સાધુ સંતો તેમજ મહાનુભાવોની ઉપસ્થિતમાં " પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ " નિમિત્તે
ભવ્યાતિભવ્ય ઉદ્ઘોષ સભા યોજવામા આવી હતી.
ટૂંક સમયમાં ૧૫ ડિસેમ્બર, ૨૦૨૨થી લઈ ૧૫ જાન્યુઆરી ૨૦૨૩, સતત એક માસ સુધી, અમદાવાદ ખાતે વિશ્વ
વંદનીય પ્રમુખસ્વામી મહારાજનો અદ્વિતીય દિવ્ય ભવ્ય શતાબ્દી મહોત્સવ ઉજવાનાર છે, તેના ઉદ્ઘોષ સ્વરૂપે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. મંચરૂપે મંદિરના પોર્ડીયમ સમક્ષ ભક્તજન મેદનીએ આ સભાના વિવિધ કાર્યક્રમોનો આનંદ ઉત્સાહ ભેર લાભ લીધો હતો. BAPS વિદ્યામંદિર તથા BAPS જુનાગઢ બાળ મંડળના બાળવૃંદે પ્રમુખસ્વામી મહારાજનું મહિમા ગાન સુંદર કીર્તનો દ્વારા કરવામાં આવ્યું હતું. BAPS સ્વામિનારાયણ છાત્રાલયના યુવાવૃંદે દ્વારા મહોત્સવના સુંદર ગીત પર આકર્ષક નૃત્ય દ્વારા ભવિકોને મંત્રમુગ્ધ કર્યા હતા રજૂઆત કરી હતી. સ્પીપા ગુજરાત ગવર્મેન્ટના ક્લાસ વન ઓફિસર અને મોટીવેશનલ સ્પીકર તરીકે ગુજરાતમાં સુવિખ્યાત છે એવા શ્રી શૈલેષભાઈ સગપરીયા મુખ્ય વક્તા તરીકે પધાર્યા હતા અને જોશીલા વક્તવ્યમાં તેમણે સમાજ પરના પ્રમુખસ્વામી મહારાજના ઋણાનુવાદનું ગાન કર્યું હતું. શતાબ્દી મહોત્સવ કેવો હશે તે માટેની ઝલક વિડીયો દર્શન દ્વારા દર્શકોએ માણી હતી. તેમજ પ્રમુખસ્વામી મહારાજનાં દિવ્યકાર્ય પર પણ વિડિયો દર્શન પણ સહુએ માણ્યું હતું.
સંતોએ સમગ્ર જુનાગઢ વાસીઓને શતાબ્દી મહોત્સવનો જરૂર લાભ લેવા સ્નેહ આમંત્રણ પાઠવ્યું હતું. ઉદઘોષ સભાના અંત ભાગમાં ઉપસ્થિત મહાનુભાવો તથા ભકત જનમેદનીએ પ્રમુખસ્વામી મહારાજને મંત્ર
પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સભામાં ઉપસ્થિત મહાનુભાવોઓએ આ ઉદઘોષ સભાની તથા ઉજવનાર પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના આયોજનની પ્રશંસા કરી હતી. BAPS મંદિરના આકાશને ફાયર વર્કસની રંગબેરંગી રોશની વડે પ્રકાશિત કરીને આ સભાની પૂર્ણાહુતિ ધામધૂમથી કરવામાં આવી હતી.
શ્રીઅક્ષરપુરુષોત મહારજની મૂર્તિને પાલખીમાં વિરાજમાન કરીને ધામધૂમ પૂર્વક શોભા યાત્રા સભા સ્થળે
કાઢવામાં આવી હતી. અને તેમણે મંચસ્થ કરીને સંતો ભક્તો દ્વારા મહા આરતી ઉતારવામાં આવી હતી.
તથા શ્રીઅક્ષરપુરુષોત મહારજની સૂકા મેવા દ્વારા તુલા વિધિ કરવામાં આવી હતી.તેમજ મંદિર કેમ્પસમાં બપોર દરમિયાન રક્તદાન કેમ્પનું આયોજનમાં ૧૨૦ બોટલ
જેટલું રક્તદાન કરી આરોગ્યસેવા પૂરી પાડવામાં આવી હતી.
સાગર નિર્મળ
જૂનાગઢ