148 વિધાનસભા ભાજપા ઉમેદવાર દર્શનાબેન દેશમુખ અને કોંગ્રેસ ઉમેદવાર હરેશભાઈ વસાવાએ સાહેબપુરા ગામે આગની બનેલી ઘટના સ્થળની મુલાકાત લીધી

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

પ્રાપ્ત વિગત અનુસાર તિલકવાડા તાલુકાના સાહેબપુરા ગામે આજ રોજ વહેલી સવારે અચાનક આગ લાગવાની ઘટના બની હતી ગ્રામ્ય વિસ્તાર હોય અને કાચા મકાનો હોવાને કારણે આગ વિકરાશ સ્વરૂપ ધારણ કરતા છ જેટલા મકાનો આગની ચપેટમાં આવી ગયા હતા અને થોડાક જ ક્ષણોમાં છ જેટલા ઘર બરીને ખાખ થઈ ગયા હતા અને ઘરમાં મૂકેલી સાધન સામગ્રી રોકડા રૂપિયા કપાસ સહિત જીવન જરૂરિયાતની સાધન સામગ્રી બળીને ખાખ થઈ જવા પામી હતી અને છ જેટલા પરિવારો પાઇમલ થવાની કગાર પર આવી ઊભા રહ્યા છે ઘટનાને પગલે ફાયર કર્મીઓ તથા પોલીસ કર્મીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી ભારે જહેનત બાદ આગને કાબુમાં લેવામાં સફળતા મેળવી હતી

સાહેબપુરા ગામે બનેલી ઘટના ની જાણ થતા જ જિલ્લા ભાજપાના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ / 148 નાંદોદ વિધાનસભા ભાજપા ના ઉમેદવાર દર્શનાબેન દેશમુખ સાથે ભાજપા ના કાર્યકર્તાઓ તથા 148 નાંદોદ વિધાનસભા કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હરેશભાઇ વસાવા સહિત કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ પણ સાહેબપુરા ગામે ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને ઘટના સ્થળની મુલાકાત લઇ જેઓના ઘરમાં આગની ઘટના બની હતી તેઓ સાથે મુલાકાત લઈ તેઓને સાંત્વના પાઠવી હતી અને જેટલી બનશે તેટલી મદદ પહોંચાડવા માટે તેઓએ આશ્વાસન પણ આપ્યું હતું