ખંભાતમાં સુખડીયા પરિવારમાંથી એક ૫૪ વર્ષીય દિવ્યાંગ મહિલાએ વ્હિલ ચેર પર સવાર થઈ મતદાન કેન્દ્રમાં પહોંચી મતદાન કરી લોકશાહી દેશમાં અનોખી ફરજ બજાવી છે.ચૂંટણી દરમિયાન મતદાનનો વિરોધ કરનારા માટે આ દિવ્યાંગ મહિલા મતદાર પ્રેરણા સ્ત્રોત બન્યા છે.ખંભાતમાં પી.કે.પ્રાથમિક શાળાના મતદાન કેન્દ્ર સુધી સુખડીયા પરિવારે દિવ્યાંગ મહિલા રાજાબેન મનહરલાલ સુખડીયાને વ્હિલ ચેરના સહારે પહોંચાડી ઉત્સાહભેર લોકશાહીના અવસરને ઉજવ્યો હતો.પ્રેરણા સ્ત્રોત રાજાબેને સુખડીયાએ સૌ નાગરિકોને મતદાન કરી ફરજ અદા કરવા અપીલ કરી હતી.નોંધનીય છે કે, રાજાબેન સુખડીયા પગના ભાગમાં વિકલાંગ હોવા છતાંય દરેક ચૂંટણીમાં ઉત્સાહભેર મતદાન કરે છે.આજ દિન સુધી તેઓ મતદાન કરવાનું ચુક્યા નથી.
(સલમાન પઠાણ-ખંભાત)