સાબરકાંઠા વિધાનસભા ચૂંટણી માં વોટિંગ નું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, લોકો પોતાની ફરજ સમજી સ્વયંભુ વોટિંગ કરવાં લાઈનમાં ઉભા રહી વોટિંગ કરી રહ્યા છે, તેવામાં હિંમતનગર સવગઢ મેહતાપુરા વિસ્તારમાં આવેલ મહિલા કોલેજ માં બુથ નંબર 6 અને 7 માં રૂમ નંબર 3 માં વી વી પેટ . મશીન ખોટકાઈ જતા વોટિંગ કરવાં આવનાર વોટરો ને લાંબો સમય રાહ જોવી પડી હતી, જયારે કેટલાક લોકો વોટિંગ કરવાં આવ્યા હતા તેઓ મશીન બગડતા વોટિંગ કર્યા વગર નારાજ થઇ પરત ફર્યા હતા, આશરે 45 મિનિટ બાદ અધિકારીઓ અન્ય બીજું વિ.વી. પેટ મશીન લઈને આવ્યા હતા તેને સેટ કરવામાં બીજી 10 થી 15 મિનિટ બગડી હતી જેને લઈને ઘણા લોકો કંટાળીને વોટિંગ કર્યા વગર પરત ફર્યા હતા.
વી. વી. મશીન બગડ્યા પછી તરતજ 5 મિનિટ બાદ જવાબદાર અધિકારીઓ ને જાણ કરી દીધી હતી, પરંતુ કોઈપણ કારણસર બૂથ પર પહોંચવામાં થોડી વધુ વાર લાગતા કેટલાક વોટરો વોટિંગ કર્યા વગર પરત ફર્યા હતા