વિધાનસભા ચૂંટણીને પગલે આજ રોજ મતદારો મતદાન કેન્દ્રમાં પહોંચી ખંભાતના ઉજ્જવળ ભવિષ્ય માટે યોગ્ય ઉમેદવારના હાથમાં સૂકાન સોંપવા મતદાન કરી રહ્યા છે.વહેલી સવારથી મતદારોમા અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.૧૦૮ ખંભાતમાં સવારે ૯ કલાક સુધી ૧૦૬૯૫ મતદારોએ મતદાન કરતા ૪.૫૮% મતદાન નોંધાયું હતું. ત્યારબાદ સવારે ૧૧ કલાક સુધીમાં ૪૭૮૦૮ મતદારોએ મતદાન કરતા ૨૦.૪૮% મતદાનની ટકાવારી નોંધાઇ છે.
(સલમાન પઠાણ-ખંભાત)