2017માં આ 93 બેઠકો પર 70.76 ટકા મતદાન થયું હતું. ત્યારે આ વખતે વધુ મતદાનને લઈને આશા છે. ગત વખતે ભાજપ-કોંગ્રેસ એ બે મોટા પક્ષો મેદાને હતા આ વખતે પ્રથમચ વખત આપ પાર્ટી પણ મેદાને છે.

પ્રમથ તબક્કાનું મતદાન 1 ડીસેમ્બરે પૂર્ણ થયું છે પ્રથમ તબક્કામાં લોકોનો નીરસ પ્રતિસાદ જોવા મળ્યો છે. કેમ કે, 2012માં 70 ટકાથી વધુ મતદાન થયું હતું. વોટરો વધ્યા છે પરંતુ મતદાન ઓછું થયું છે. ત્યારે આજે બીજા તબક્કાનું મતદાન છે ત્યારે બીજા તબક્કામાં અત્યારે 93 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. ગત વખતે 2017માં 70 ટકાથી વધુ મતદાન થયું હતું જેથી આ વખતે વધુ મતદાનને લઈને આશા છે પરંતુ પ્રથમ તબક્કામાં વધુ મતદાન જોવા નથી મળ્યું ત્યારે ઈલેક્શન કમિશને પણ મતદાનને લઈને અવેરનેસ કાર્યક્રમો ચલાવ્યા હતા. 

2017માં ભાજપ-કોંગ્રેસને કેટલા ટકા મળ્યા હતા વોટ

2017માં આ 93 બેઠકો પર 70.76 ટકા મતદાન થયું હતું જ્યારે 2017માં બંને તબક્કામાં 69 ટકા મતદાન થયું હતું. 2017માં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભાજપને 46.86 ટકા અને કોંગ્રેસને 42.83 ટકા વોટ મળ્યા હતા. જો કે, આ વખતે આપ પાર્ટી સિવાય એઆઈએમઆઈએમ એ પણ 13 ઉમેદવારો મેદાને ઉતાર્યા છે જેમાં લઘુમતી પ્રભૂત્વ ધરાવતી બેઠકો પર તેમને ઉમેદવારો મેદાને ઉતાક્યા છે. ત્યારે આ વખતે વોટ શેર છે તે વેચાઈ શકે છે. 

પ્રથમ તબક્કામાં આ વખતે 2.35 કરોડમાંથી 1.61 કરોડે કર્યું મતદાન 

પ્રથમ તબક્કામાં 1.51 કરોડ લોકોએ 2017માં મતદાન કર્યું હતું જ્યારે આ વખતે 2022માં પ્રથમ તબક્કામાં વોટર્સ પણ વધ્યા છે જેથી મતદારોની સંખ્યા 1.61 કરોડ જેટલી હતી જેમને મતદાન કર્યું હતું. જો કે, કુલ મતદારો પ્રથમ તબક્કામાં 2.35 કરોડ આસપાસ હતા 19 જિલ્લામાં મતદાન થયું હતું.