ગુન્હામાં પકડાયેલ આરોપીની વિગત :: ( ૧ ) દિનેશભાઇ ભુટાભાઇ વાધેલા રહે.માયાપાદર, તા.કુંકાવાવ જી.અમરેલી,

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

 ભાવનગર રેન્જ આઇ.જી.પી.ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં રજીસ્ટર થયેલ અપહરણ પોકસોના ગુન્હાના આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય ,

 તેમજ અમરેલી પોલીસ અધિક્ષક હિંમકરસિંહ નાઓએ અમરેલી જીલ્લામાં બનતા શરીર સંબંધી તથા અપહરણ / પોકસો ના ગુન્હા આચરી અને પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા સારૂ નાસતા ફરતા આરોપીઓને સત્વરે પકડી પાડવા સારૂ જરૂરી માર્ગદશન આપેલ હોય ,

સબબ એચ.બી.વોરા નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા વિભાગ સાવરકુંડલા નાઓએ જરૂરી સુચના તથા માર્ગદર્શન પુરૂ પાડેલ હોય ,

 જે અન્વયે .પી.વી.પટેલ પોલીસ ઇન્સ્પેકટર ધારી પોલીસ સ્ટેશન નાઓના સીધા માર્ગદંશન અને રાહબરી હેઠળ

 ધારી પોલીસ ટીમે , ધારી પો.સ્ટે.એ.પાર્ટ - ગુ.ર.નં .૧૧૧૯૩૦૧૮૨૨૦૬૬૭ / ૨૦૨૨ I.P.C. ૩૬૩,૩૬૬ , POCSO કલમ -૧૮ મુજબના ગુન્હાના કામના ફરીયાદી રમેશભાઇ વશરામભાઇ ચારોલીયા રહે.મોણવેલ, તા.ધારી જી.અમરેલી નાઓની સગીરવયની દિકરીને આ કામનો આરોપી લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે પોતાની સાથે ભગાડી લઇ જઇ ગુન્હો કરી અને પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા સારૂ નાસતો ફરતો રહેલ હોય.

 જેને ગણતરીના દિવસો માં શોધી કાઢી અને સદરહું ગુન્હાના કામના આરોપીને તા .૦૨ / ૧૨ / ૨૦૨૨ ના રોજ અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે .

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક એચ.બી.વોરા ના સીધા માર્ગદર્શન હેઠળ ધારી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર પી.વી.પટેલ તથા ધારી પોલીસ ટીમે કરેલ છે .

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.