પાટણ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો પર આવતીકાલે સવારે 8 વાગ્યાથી મતદાન યોજાશે , 11.72 લાખ મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે પાટણ જિલ્લાની 4 વિધાનસભા બેઠક પર 5 ડિસેમ્બર સોમવારના રોજ ચૂંટલી જંગ યોજાવાનો છે . 4 સીટો પર આ વખતે ભાજપ અને કૉંગ્રેસની સાથો- સાથ આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું હોવાથી જંગ વધુ રસાકસી ભર્યો બને તેવી શક્યતા સેવાઇ રહી છે . આ સાથે પાટણ જિલ્લા કલેકટર સુપ્રતિ સિંઘ ગુલાટી દ્વારા અચૂક મતદાન કરવા મતદારોને અપીલ કરવામાં આવી છે પાટણ જિલ્લાની 4 વિધાનસભા બેઠક માટે આવતીકાલે મતદાન છે . આવખતે પહેલી વાર ચાર બેઠક પર ભાજપ , કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાઈ રહ્યોછે . ત્રણેય મુખ્ય પક્ષોની સાથે અન્ય પક્ષના તથા અપક્ષ ઉમેદવારોપણ ચૂંટણી જંગમાં ઊતર્યા છે . જોકે ખરાખરીનો ખેલ તો ભાજપ , કોંગ્રેસ અને આપ વચ્ચે જ જામશે.જિલ્લાના કુલ 11,72,653 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.મતદાન માટે જિલ્લામાં કુલ 1231 મતદાનમથક ઊભાં કરાય છે . જિલ્લાની વિધાનસભા બેઠક માટે આવતીકાલે મતદાન છે.આ વખતે પહેલી વાર 4 બેઠક પર ભાજપ , કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાઈ રહ્યો છે.ત્રણેય મુખ્ય પક્ષોની સાથે અન્ય પક્ષના તથા અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણીજંગમાં ઊતર્યા છે.જોકે ખરાખરીનો ખેલ તો ભાજપ , કોંગ્રેસ અને આપ વચ્ચે જ જામશે પાટણ જિલ્લાના કુલ 1172653 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે