પાટણરા, રાધનપુર
રાધનપુર: નર્મદા વિભાગ ની ઘોર બેદરકારી આવી સામે,માઈનોર 3 કેનાલ નાં તળિયામાં ભંગાણ
રાધનપુર: મહેમદાવાદ ગામ પાસે કેનાલ મા ગાબડું પડતાં ખેતરો માં જળ બંબાકાર
કેનાલ ની સાફ સફાઈ નાં થતાં તળિયું લિકેજ થયાના ખેડુતો નાં આક્ષેપો, રાયડા નાં પાકમાં પાણી વળતાં નુકશાન....
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાનાં મહેમદાવાદ ગામની સીમમાંથી પસાર થતી માઇનોર 3 કેનાલનું તળિયું તૂટી જતા કેનાલનું પાણી ખેડૂતને વાવેલ રાયડાના પાકમાં ફરી વળ્યા હતા. હલકી ગુણવત્તાના અને સફાઈ ના અભાવે કેનાલમાં ગાબડું પડ્યું હોવાનું ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું.
રાધનપુર તાલુકાના મહેમદાવાદ નજીક આવેલ મોટી પીપળી ડિસ્ટ્રિક્ટ કેનાલ માંથી નીકળતી મહેમદાવાદ માઇનોર ત્રણ કેનાલમાં શનિવારના સવારે નર્મદા કેનાલ નીચે તળિયામાંથી તૂટતા શરૂઆતમાં નીચેની કેનાલ નું પાણી લીકેજ થયું હતું. પાણીના પ્રવાહને કારણે માટીનું ધોવાણ થતાં થોડા સમયમાં કેનાલમાં ગાબડું પડ્યું હતું. કેનાલમાં ગાબડું પડતા કેનાલનું પાણી બાજુમાં આવેલ મહેમદાવાદ ગામના ખેડૂત કાદરભાઈ ઘાંચીના ખેતરમાં ફરી વળ્યું હતું. આ બાબતે ખેડૂત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કેનાલની હલકી ગુણવત્તાની કામગીરી થયેલ છે જ્યારે કેનાલની સફાઈ પણ કરવામાં આવી નથી. તેમજ પાણી છોડવામાં આવ્યું છે જેના કારણે આજે ખેડૂતોને નુકસાન ભોગવવું પડી રહ્યું છે.
આમ રાધનપુર નર્મદા વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. મહેમદાવાદ ગામેથી પસાર થતી માઇનોર કેનાલ લીકેજ, લીકેજ થવાનું કારણ કેનાલ સાફ-સફાઈ કર્યા વિના જ પાણી છોડાયું જેના કારણે હજારો લિટર પાણી વેડફાયુ. ખેડૂતે વાવેતર કરેલ પાકમાં પાણી ફરી વળતા પાક બળી જવાની ભીતિ સર્જાઈ છે. અંદાજિત 10 વિઘા જમીન વિસ્તાર માં પાણી ફરી વળતાં ખેડૂતો પરેશાન.
રિપોર્ટર: અનિલ રામાનુજ રાધનપુર