યોગીતા નાઈ એ ઓડીસા ખાતે આપ્યું પર્ફોર્મન્સ,બનાસકાંઠાઅભ્યાસ ની સાથે અન્ય વિવિધ પ્રવૃતિઓમાં પણ બાળક ને રસ હોવો જોઈએ ભણવા ની સાથે રમત ગમત માં પણ ભાગ લેવો અને નામ મેળવવું એ પણ એક ગૌરવ છે ત્યારે નાઈ સમાજ નું ગૌરવ યોગીતા નાઈ જેઓ તાજેતરમાં નેશનલ ચેમ્પિયન ખો- ખો ગુજરાત ની ટિમ માં રમી સમગ્ર નાયી સમાજ નું ગૌરવ વધાર્યું છે ડીસા ના કાંટ ગામ ની જી. જી. માળી શાળા માંથી ગામ ની ચાર દીકરીઓ ઓડીસા ખાતે રમવા ગઈ હતી. ઓડીસા ખાતે ખો ખો રમત માં ગુજરાતે બીજો નંબર મેળવ્યો છે. ત્યારે આ રમત માં નાઈ સમાજ ની દીકરી યોગીતા નાયી એ પરફોર્મન્સ કરી શાળા, ગામ અને સમાજ નું નામ રોશન કર્યું જેમાં યોગીતા હાલ ધોરણ ૧૨ માં અભ્યાસ કરે છે. અને પિતા સેવતીભાઈ ખેતી તેમજ સમાજ સેવા કરે છે. અને નાયી યુવક પ્રગતિ મંડળ ડીસા ના મહા મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે.અત્યારે યોગીતા નાઈ ને સમાજ દ્વારા ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવા આવી રહી છે...