પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં શ્રીમદ્ભગવદ્ગીતા જયંતિ નિમિત્તે પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી પ્રતિવર્ષાનુસાર આ વર્ષે પણ ઋષિકુમારો દ્વારા સંપૂર્ણ શ્રીમદ્ભગવદ્ગીતાનું પારાયણ કરવામાં આવ્યુ હતુ.
સાંદીપનિ વિદ્યાનિકેતના શ્રીહરિ મંદિરમાં સવારે શ્રીલક્ષ્મીનારાયણ ભગવાન અને શ્રીમદ્ભગવદ્ગીતા ગ્રંથનું વિધિવત્ પૂજન કરવામાં આવ્યું અને ત્યારબાદ ઋષિકુમારો દ્વારા સંપૂર્ણ શ્રીમદ્ભગવદ્ગીતા અને વિષ્ણુ સહસ્રનામનો સંગીતમય પાઠ કરવામાં આવ્યો હતો.
અંતમાં શ્રીલક્ષ્મીનારાયણ ભગવાન અને શ્રીમદ્ભગવદ્ગીતા ગ્રંથની આરતી કરવામાં આવી અને સંકીર્તન કરવામાં આવ્યું.