પોરબંદરમાં નેવી દિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી
ભારતીય નેવી દિવસ જેની નેવી દવારા દર વર્ષે વિવિધ કાર્યક્રમો થકી ઠેર ઠેર ઉજવણી કરાઈ છે ત્યારે પોરબંદર ખાતે INS સરદાર પટેલ ખાતે તેમજ પોરબંદર જેટ્ટી ખાતે ગુજરાતના દરિયાઈ સીમાની રક્ષા કરતા INS વિનાશ પર પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ભારતીય નેવી દિવસ ઉજવાઇ રહ્યો છે ત્યારે કેમ ઉજવવામાં આવે છે આ દિવસ અને કેવી રીતે ઉજવાય છે જેના ભાગ રૂપે પોરબંદર જેટ્ટી ખાતે લાંગરેલા ભારતીય નેવીના જહાજ INS વિનાશ પર નેવી દિવસની ઉજવણી કરવામાં આવી અને કઈ રીતે દરિયામાં સજ્જ બની દુશ્મનોના દાંત ખાટા કરવામાં માહિર છે તેનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન બતાવવામાં આવ્યું હતું. 1971ના યુદ્ધમાં ભારતીય નેવીએ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી 3 ડિસેમ્બરે પાકિસ્તાને હુમલો કર્યો હતો અને વળતો જવાબ આપવા માટે ભારતીય સેના એ ઓપરેશન ટ્રાઇડેન્ટ લોન્ચ કર્યું હતું અને દુશ્મનોને હાર આપી જીત મેળવી હતી. તેના ભાગરૂપે નેવી દિવસની ઉજવણી કરવામાં આવે છે. નેવીના જહાજો અને ડોનીયર પ્લેન 24 કલાક દરિયાઈ સીમા પર બાજ નજર રાખતા હોય છે અને દુશ્મનોને ઘૂસણખોરી, દાણચોરી તેમજ અન્ય દેશવિરોધી પ્રવૃત્તિઓને ડામવા સજ્જ રહેતી જોવા મળે છે. ભારતીય સીમાની રક્ષા કરતા ભારતીય નૌકાદળના જહાજ INS વિનાશ પર આ નેવી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને જહાજ પર સજ્જ હથિયારોનું ડેમોન્સ્ટ્રેશન બતાવવામાં આવ્યું હતું. ભારતીય દરિયાઈ સીમા પર નેવી હંમેશા સજ્જ જોવા મળે છે અને જે કોસ્ટ ગાર્ડ, બીએસએફ, સ્થાનિક પોલીસ તેમજ અન્ય એજન્સીઓના તાલમેલ સાથે દરિયાઈ સીમાની રક્ષા કરતું નજરે જોવા મળે છે. આ ઉજવણી પ્રસંગે ગુજરાત નૌકાદળના ફ્લેગ કમાન્ડિંગ અધિકારી સમીર સક્સેના, આરએડીએમ, એનએમ, એ ખાસ વાતચીત કરતા આ નૌકા દિવસ વિશે જાણકારી આપી હતી જેમની સાથે કોમોડોર નીતિન બિશનોઈ ગુજરાત નેવલ ઓફિસર ઇન્ચાર્જ, અધિકારી રવિકાન્ત શુકલા તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.