છોટાઉદેપુર જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકોની યોજનારી ચૂંટણીમાં પાંચ હજાર ઉપરાંતના કર્મચારીઓ મતદાન મથકો ઉપર રવાના થયા છે. સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો ઉપર વિશેષ પોલીસ ફોર્સ તૈનાત રહેશે.      

          રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાની ચૂંટણીમાં છોટાઉદેપુર જિલ્લાની ત્રણ બેઠકોનો સમાવેશ થતો હોય પાંચમી ડિસેમ્બરના રોજ ચૂંટણીની કામગીરીમાં પાંચ હજારથી વધુ કર્મચારીઓ રોકવામાં આવ્યા છે, આ સાથે કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ કાફલા તૈનાત રહેશે. છોટાઉદેપુર જિલ્લામાં સમાવેશ ત્રણ વિધાનસભાઓમાં છોટાઉદેપુર-૧૩૭ મતવિસ્તારમાં ૩૩૭ મતદાન મથક અને, જેતપુર-૧૩૮ મતવિસ્તારમાં ૩૩૬ મતદાન મથક અને સંખેડા મતવિસ્તારમાં ૩૮૫ મતદાન મથકો મળી છોટાઉદેપુર જિલ્લામાં ૧૦૫૮ મતદાન મથકો આવેલા છે. ત્રણેય વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારીઓ, મદદનીશ ચૂંટણી અધિકારીઓ તથા નોડલ ઓફિસરો અને સિંગલ વિન્ડો સિસ્ટમ મળી જિલ્લામાં ૨૧ સખી મતદાન મથકો, ૩ દિવ્યાંગ સંચાલિત મતદાન મથકો, ૩ મોડેલ મતદાન મથકો, ૧ ઇકો ફ્રેન્ડલી મતદાનમથક તથા ૧ હેરિટેજ મતદાન મથક અને ૧ યુવા અધિકારીઓ સંચાલિત મતદાન મથકોની રચના કરવામાં આવી છે. 

            મળેલી વિગતો પ્રમાણે છોટાઉદેપુર -૧૩૭ વિધાનસભા મતવિસ્તારની ચૂંટણી માટે ૩૩૭ પ્રિસાઇડિંગ ઓફિસર, ૩૩૭ આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર, અને ૫૧૬ મહિલા પોલીંગ ઓફિસર, ૪૮ સેક્ટર ઓફિસર ૪૮આસિસ્ટન્ટ સેક્ટર ઓફિસર ૧૨૦ રીસીવિંગ અને ડિસ્પેચીંગ તેમજ ૩૩૭ પટાવાળા આ સાથે રિઝર્વ સ્ટાફ મળી ફુલ ૨૦૪૩ જેટલા કર્મચારીઓ રોકવામાં આવ્યા છે. જ્યારે પાવીજેતપુર બેઠક માટે ૩૬૧ પ્રિસાઇડિંગ ઓફિસર ૩૬૧ આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર ૬૩૭ મહિલા પોલીંગ ઓફિસર ૩૭૦ પટાવાળા સહિત ૧૭૨૯ જેટલા કર્મચારીઓ રોકવામાં આવ્યા છે. આ સાથે ૧૩૯- સંખેડા બેઠક ઉપર ૩૮૫ પ્રિસાઇડિંગ ઓફિસર, ૩૮૫ આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર, ૬૨ સેક્ટર ઓફિસર, ૬૨ આસિસ્ટન્ટ સેક્ટર ઓફિસર, ૫૨૦ મહિલા પોલીંગ ઓફિસર, ૩૮૫ પટાવાળા, ૪૮૦ રીસીવ રીસીવિંગ અને ડિસ્પેરિંગ મળી ૨૨૭૯ કર્મચારીઓ રોક્વામાં આવ્યા છે. 

      આમ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠકો ઉપર ૧૦૫૮ બુથ માટે ૫૦૦૦ થી વધુ કર્મચારીઓ ચૂંટણીની કામગીરી કરવા માટે રવાના થઈ ગયો છે. 

છોટાઉદેપુર જિલ્લાની ત્રણ વિધાનસભા મતવિસ્તારમાં ૪,૧૯,૧૬૭ પુરૂષ મતદારો, ૩,૯૯,૭૧૨ સ્ત્રી મતદારો અને ૦૬ અન્ય મતદારો મળી ૮,૧૮,૮૮૫ મતદારો મતદાન કરનાર છે.