જિલ્લાના ૬ વિધાનસભા વિસ્તારોમાં પ્રત્યેક વિસ્તારમાં એક મતદાન મથક દિવ્યાંગો દ્વારા સંચાલિત થશે

ખેડા જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચુંટણીનું મતદાન તા.0૫ ડિસેમ્બરના રોજ થનાર છે ત્યારે ખેડા જિલ્લાની ૬ વિધાનસભા બેઠકોના મતદાન માટે જિલ્લામાં પ્રત્યેક બેઠકદીઠ એક એમ કુલ ૦૬ બેઠકો માટે સંપુર્ણ દિવ્યાંગ સંચાલિત મતદાન મથક ઉભા કરવામા આવ્યા છે. જેમાં ૧૧૫ –માતર ખાતે પ્રા. શાળા પશ્ચિમ ભાગ ત્રાજ; ૧૧૬–નડિયાદ ખાતે જીવન વિકાસ એજ્યુકેશન એકેડમી, ઓવરબ્રિજ નજીક, નડિયાદ, ૧૧૭–મહેમદાવાદ ખાતે પ્રા. કુમાર શાળા, દક્ષિણ ભાગ, સિહુંજ; ૧૧૮– મહુધાખાતે પ્રા. શાળા (લક્ષ્મીપુરા) તાબે વીણા; ૧૧૯-ઠાસરા પ્રાથમિક શાળા અણદી તાબે ઠાસરા અને ૧૨૦–કપડવંજ ખાતે પ્રા. શાળા હીરાપુરા તાબે તોરણામાં દિવ્યાંગ સંચાલિત મતદાન મથક ઉભા કરવામાં આવ્યા છે. આ તમામ મતદાન મથકો પર તમામ સ્ટાફ જેવા કે, પ્રિસાઇડીંગ ઓફિસર, પોલીંગ ઓફિસર, તથા અન્ય સ્ટાફ તરીકે દિવ્યાંગ અધિકારી/કર્મચારીઓની નિયુક્તિ કરવામાં આવેલી છે.

ઉપરાંત જિલ્લાના દિવ્યાંગ સંચાલિત મથકો પર દિવ્યાંગો, વયોવૃદ્ધ તેમજ શારીરિક અશક્ત મતદાતાઓ માટે ખાસ વ્યવસ્થાના ભાગરૂપે અલગ બેઠક વ્યવસ્થા, વ્હીલચેર લઈ જવા માટે રેમ્પ જેવી સુવિધાઓ પુરી પાડવામાં આવી છે.