સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં સૌરાષ્ટ્રમાં પાણી પહોંચાડવા માટે ઢાંકી પાસે પમ્પીંગ સ્ટેશન કાર્યરત છે. ત્યાં છેલ્લા ઘણા લાંબા સમયથી આગળ પાણી પૂરતા પ્રમાણમાં ન પહોંચવાની ફરિયાદોને ધ્યાને લઈ અને નર્મદા કેનાલના અધિકારીઓ દ્વારા નર્મદા કેનાલમાં આવતો કચરો અને શેવાળ બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ કચરો કાઢતા કાઢતા નર્મદા કેનાલના પાણીમાં એક લાશ તરતી હોવાનું ધ્યાન ઉપર આવ્યું હતુ. ત્યારે તાત્કાલિક અસરે લખતર પોલીસને જાણકારી આપવામાં આવી હતી. અને લખતર પોલીસ તાત્કાલિક અસરે ઢાંકી પમ્પિંગ સ્ટેશન પાસે પહોંચી અને આ અંગેની તપાસ હાથ ધરી હતી.પરંતુ આ લાશ કેટલાય દિવસથી પાણીમાં પડી હોવાના કારણે કોહવાઈ ગયેલી હાલતમાં હતી. અને શરીર ઉપર એક પણ કપડું ન હોવાના કારણે તે નગ્ન હાલતમાં લાશ હોવાનું જોવા મળતા આ લાશને બહાર કાઢવી ભારે મુશ્કેલ હતી. ત્યારે આ અંગેની જાણકારી સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાના જાણકારી આપવામાં આવતા તાત્કાલિક અસરે તેઓ ઢાંકી પમ્પીંગ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. અને આ લાશને પાણીમાંથી બહાર કાઢી હતી. ત્યારે હાલમાં આ લાશને તાત્કાલિક અસરે લખતર ખાતે હોસ્પિટલે મોકલી આપવામાં આવી હતી. પરંતુ આ લાશનું પીએમ પણ ફોરેન્સિક રીતે કરવું પડે તેવું જણાવતા હાલમાં લાશને લખતર ખાતેના સાર્વજનિક દવાખાને રાખવામાં આવી છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं