દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઈટાબારા ગામેથી દાહોદ એલ.સી.બી. પોલીસે એક તુફાન ફોર વ્હીલર ગાડીમાંથી વિદેશી દારૂનો રૂા. ૨,૪૪,૮૦૦ પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા.૩,૫૪,૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યાંનું જાણવા મળે છે જ્યારે પોલીસને ચકમો આપી તુફાન ગાડીનો ચાલક નાસી જવામાં સફળ રહ્યાંનું જાણવા મળે છે.
(રચનાત્મક ચિત્ર)
ગત તા.૦૧ ડિસેમ્બરના રોજ રાત્રીના એકાદ વાગ્યાના આસપાસ દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે ઈટાબારા ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક તુફાન ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી જ્યારે દુરથી પોલીસને જાેઈ ગાડીમાં સવાર ચાલક ગાડીમાંથી કુદકો મારી અંધારાનો લાભ લઈ નજીકના ઝાંડી ઝાંખરામાંથી પસાર થઈ નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે ગાડીમાંથી વિદેશી દારૂની બોટલો નંગ. ૨૪૪૮ જેની કિંમત રૂા. ૨,૪૪,૮૦૦ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા.૩,૫૪,૮૦૦નો મુદ્દામાલ પોલીસે કબજે કરી આ સંબંધે ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.