જસદણના જુના પીપળીયા ગામની કેશવ શૈક્ષણિક સંકુલ એન્ડ કુમાર છાત્રાલય માં મહેંદી સ્પર્ધાનું આયોજન જસદણ તાલુકાની અગ્રેસર ગણાતી શાળા શ્રી કેશવ શૈક્ષણિક સંકુલ એન્ડ કુમાર છાત્રાલય દ્વારા આયોજિત  ધોરણ ૪ થી ૮ ના વિદ્યાર્થીઓએ મહેંદી સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો, આ તકે આ સ્પર્ધાને સફળ બનાવવા શાળાના શિક્ષકો અને આચાર્યશ્રી હરેશભાઈ એ ભારે જહેમત ઉઠાવી. આ તકે શાળાના મેનેજીંગ ડાયરેક્ટરશ્રી મહેશભાઈ લીંબાસીયા અને પ્રમુખશ્રી ભાવેશભાઈ છાયાણી એ આ સ્પર્ધામાં હાજર રહી વિદ્યાર્થીઓ તેમજ સમગ્ર શિક્ષક ગણ ને અભિનંદન પાઠવ્યા. કેશવ શૈક્ષણિક સંકુલ માં દર શનિવારે ભાગવત ગીતા ના સ્લોક નું પઠન તેમજ અવનવી પ્રેક્ટીકલ પ્રવૃત્તિ કરી વિદ્યાર્થીઓ દ્વારા શાળાનું ગૌરવ વધારે છે.