પાટણ,રાધનપુર

પાટણ : PM મોદી નો પ્રચંડ પ્રચાર, પાટણ માં મોદી ની જંગી સભા યોજાઈ

બીજા તબક્કા નાં મતદાન ને લઈ PM મોદી નો ચુંટણી પ્રચાર

       રાજ્યમાં વિધાનસભાની 182 પૈકી સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકોના ઉમેદવારોનું ભાવિ ગઈકાલે ઇવીએમમાં સીલ થઇ ચૂક્યું છે. હવે બીજા તબક્કાનું મતદાન પાંચમી ડિસેમ્બરે યોજાશે. ત્યારે આવતીકાલે એટલે કે 3 ડિસેમ્બર પ્રચાર માટેનો આખરી દિવસ છે, એટલે આજે અને આવતીકાલે ટોચના નેતાઓ મધ્ય અને ઉત્તર ગુજરાતની બેઠકો કબજે કરવા સભાઓ ગજવશે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજા તબક્કાનો ચૂંટણીપ્રચાર કરી રહ્યા છે. વડાપ્રધાને બનાસકાંઠાના કાંકરેજના નાથપુરા ગામે સભા સંબોધી હતી. ત્યારબાદ પાટણ ખાતે સભા સંબોધીને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. જ્યાંથી વડાપ્રધાન આણંદ જવા રવાના થયા છે. જ્યાં સભાને સંબોધન કરીને અમદાવાદના સરસપુરમાં વિક્રમ મિલ કમ્પાઉન્ડ ખાતે જનસભા સંબોધશે.

કોંગ્રેસે જ નક્કી કરી દીધુ છે કે ભાજપ જીતશે

પાટણમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, પાટણ એટલે ભવીષ્યની તસવીર, પાટણ એટેલે મેળાઓની ધરતી, એક મેળો પુરો ન થાય અને બીજો મેળો શરૂ થાય.. પાટણમાં આવું એટલે જૂની બધી યોદો આવે. વડાપ્રધાને કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું કે, કોંગ્રેસ જ્યારે EVMને લઈ સવાલ કરે એટલે સમજી લેવાનું કે કોંગ્રેસેને ચૂંટણી ચાલતી હોય ત્યારે મોદીને ગાળો બોલવાની અને ચૂંટણી પુરી થાય એટલે EVMને બોલવાની. ગઈકાલે જે મતદાન થયું છે તેમાં કોંગ્રેસે જ નક્કી કરી દીધુ છે કે ભાજપ જીતશે. મારા માટે પ્રચારનો છેલ્લો દીવસ છે, તમારે આ વખતે બધા રેકોર્ડ તોડવાના છે. કોંગ્રેસે ગરીબના નામે માત્ર વાયદા જ કર્યા છે જ્યારે ભરોસાનું બીજુ નામ એટલે ભાજપ.. અમે 44 કરોડ લોકોના બેંકના ખાતા ખોલાવ્યા, તમારા આ દીકરાએ 3 કરોડ ગરીબોના ઘર બનાવ્યાં છે. અમે ગરીબની ચીંતા કરી છે અને ઈમાનદારીથી કામ કરી રહ્યા છીએ.

અમારી સરકારે 80 કરોડ લોકોને વિનામૂલ્યે અનાજ આપ્યું

કોંગ્રેસે ગરીબો અને અમીરો વચ્ચેનું અંતર વર્ધાયું છે. કોંગ્રેસના નેતાએ કહ્યું હતું કે દિલ્હીથી એક રૂપિયો નીકળે ત્યારે ગરીબ પાસે પહોંચતા પહોંચતા 15 પૈસા થઈ જાય. જ્યારે ગરીબો માટે અમારી સરકાર ખજાનો ખોલી નાખે છે. દરેક ખેડૂતોના ખાતામાં ડાયરેક રૂપિયા જમા કરાવ્યાં છે, વચ્ચે કોઈ કટકી નહી, કોઈ વચેટીયો નહીં. 2 હજાર રૂપિયાની યુરિયાની થેલી અમે વિદેશથી લઈ આવીએ છીએ અને 270 રૂપિયામાં ખેડૂતોને આપીએ છીએ. અમારી સરકારે 80 કરોડ લોકોને વિનામૂલ્યે અનાજ આપ્યું છે. આયુષ્યમાન યોજનાએ સમગ્ર પરિવારને એક મોટી તાકાત આપી છે, દરેક પરિવારને 5 લાખ સુધીનો હોસ્પિટલનો ખર્ચો આ સરકાર ભોગવ્યો છે. ખેતરે ખેતરે પાણી આપીને એક પાક, બે પાક અને ત્રણ પાક ખેડૂત લઈ શકે તેની ચિંતા અમે કરી છે. પહેલાં કાયમ રેલવે માટે આંદોલન થાતા, આજે પાટણને રેલવે માર્ગ જોધપુર સાથે જોડી દીધું છે.

કોંગ્રેસે લોલીપોપ આપ્યા પણ પાણી ન આપ્યું

વડાપ્રધાને કાંકરેજથી કહ્યું હતું કે, પહેલાં ચરણમાં ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીનો ડંકો વગાડી દીધો છે. અહિંયા મારૂ સ્વાગત થયુ, મને પાઘડી પહેરાવી કાંકરેજી ગાયની પ્રતિકૃતિ ભેટ આપી છે. આપણી કાંકરેજી ગાયો જેવી દેશી નસ્લની ગાયો આ વિરાસતને સમૃદ્ધ કરે છે. આપણે બનાસડેરીને બનાસ કિનારેથી ગંગા કિનારે એટલે કે કાશીમાં લઇ જવા માટે કામ કરી રહ્યા છીએ. ભાજપ સિંચાઇ માટે લગાતાર કામ કરે છે. જે બનાસકાંઠાની કોઇ ઓળખ નહોતી, તેને પાણી મળ્યું બટાકા અને અનારની ઓળખ મળી છે. નર્મદાના પાણી માટે કોંગ્રેસે લોલીપોપ આપ્યા પણ પાણી ન આપ્યું. સરદાર સરોવર ડેમ ન બને તે માટે અનેક અવરોધો ઉભા કર્યા, જેણે સરદાર સરોવર ડેમ અટકાવ્યો હતો, એમના ખભે હાથ મૂકીને કોંગ્રેસના નેતા પદયાત્રા કરે છે. જેણે પાણીને રોક્યું હોય એ પાપને માફ પણ ન કરાય એની જગ્યાએ ખભે હાથ મૂકે છે. કોંગ્રેસની નીતિ હતી લટકાના, અટકાના ઔર પટકાના છે. આ ચૂંટણીમાં તમારે આ નથી ભૂલવાનું.

મે પાણી આપ્યુ અને તમે મહેનત કરી

વધુમાં વડાપ્રધાને જણાવ્યું કે, કોંગ્રેસના સ્વભાવમાં છે કે, તેને ફાયદો ન થાય એ કામ જ ન કરવાનું, ચોકડીઓ ખોદવા લોકો જતા એમાં પણ કોંગ્રેસ કટકી કરતી. આજે નર્મદાનું પાણી અમે ઘરે ઘરે પહોંચાડ્યું છે. બનાસકાંઠાના ભાઇઓ લખી રાખો આ મોદી છે તો કંઇ જ અશક્ય નથી. જે કહું એ કરવાનું એનું નામ જ મોદી... 2014માં તમે મને દિલ્હી મોકલ્યો ત્યારે ફાઇલો જોઇ, પછી મને વિચાર આવ્યો કે ખેડૂતોને પાણી આપો તે કંઇપણ કરી શકશે. મે પાણી આપ્યુ અને તમે મહેનત કરી. ટપક સિંચાઈથી પાણી પણ બચ્યું અને ખેતીને પણ આવક થઈ. દેશમાં જેટલું અનાજ પેદા થાય છે એના કરતાં પણ વધારે પૈસાનું દૂધ ઉત્પાદન થાય છે. બનાસકાંઠા આટલુ લીલુછમ છે, મારે વોટ માંગવા નથી, જો તમારૂ ભલું થયું હોય તો જ વોટ આપજો.

કોંગ્રેસીઓ રાશનકાર્ડમાંથી ગરીબોનું અનાજ પણ ખાઇ ગયા

વડાપ્રધાન મોદીએ કોંગ્રેસને આડેહાથ લેતા વધુમાં જણાવ્યું કે, કોંગ્રસના રાજમાં કરોડોના ગોટાળા થતા, આ હું નથી કહેતો છાપાવાળા લખતા હતા. મારા આવ્યા પછી તમને આવું વાંચવા નહીં મળ્યું હોય, આ બધા પૈસા બચ્યા અને તમારા માટે કામ આવ્યા. ભ્રષ્ટાચાર પકડાય છે એટલે એમના પેટમાં તેલ રેડાય છે. કોંગ્રેસીઓ રાશનકાર્ડમાંથી ગરીબોનું અનાજ પણ ખાઇ ગયા છે. 4 કરોડ એવા રેશકાર્ડ હતા કે જે વ્યક્તિનો જન્મ જ નહોતો થયો અને જેનો જન્મ ન થયો હોય એના લગ્ન થઇ ગયા હોય, સમુહ લગ્નના પૈસા મળે પછી વિધવા પેન્સન લેતા, આ કોંગ્રેસીઓ આવું કરતા હતા. આવા 4 કરોડ રેશનકાર્ડ કેન્સલ કરીને મે આગળનો રસ્તો કર્યો, બધા રાશનકાર્ડને આધારકાર્ડથી જોડી દીધા, દુકાનોને ઇન્ટનેટથી જોડી દીધી. હવે ટ્રકમાં માલ ચડ્યાથી ગ્રાહકને મળે ત્યાં સુધી ટ્રેકિંગ થાય છે એટલે કટકી કરવા નથી મળતી. કટકી કરવા ન મળે એટલે મોદીને ગાળો બોલે છે. દેશને લૂંટે એની સામે મોદી લાલ આંખ કરે કરે ને કરે જ..

કોઇ ગરીબ ભુખ્યો ન રહે તેની અમે ચિંતા કરી

વડાપ્રધાને કહ્યું કે, ઘરમાં ગંભીર માંદગી આવી હોય તો ગરીબ માણસ પાંચ વર્ષ દેવામાંથી બહાર ન આવે, અમે મા કાર્ડ જેવી યોજનાઓ લાવી અને ગરીબોની મદદ કરવાનું શરૂ કર્યું. કોરોનામાં આખી દુનિયા અધ્ધર થઇ હતી, આપણા પગ જમીન પર રહ્યા છે. આ દેશનો કોઇ ગરીબ ભુખ્યો ન રહે તેની ચિંતા અમે કરી, ત્રણ વર્ષ સુધી 80 કરોડ લોકોને મફતમાં અમે અનાજ આપ્યું. કોરોનામાં વેક્સિનનો તમારે એક રુપિયાનો ખર્ચ થયો? તમારા આશીવાર્દ જ મને હારવા નથી દેવાના. આપણે વિદેશમાંથી યુરિયા લાવવો પડે છે, સરકારને 2000માં પડે છે અને તમને 270માં પડે છે. હવે આપણે નેનો યુરિયા બનાવી રહ્યા છે, એક થેલી જેટલું કામ એક બોટલ કરશે.

કટકી કરવા ન મળી એ મોદીનો વિરોધ કરે છે

કોંગ્રસવાળાની ખબર હતી એ ગામમાં મોટા મોટાને સાચવી લે એટલે એમની દુકાન ચાલતી હતી. દેવા નાબુદીના નામે કોંગ્રેસે ભ્રષ્ટાચાર કર્યો, જેના ઘરે બે-બે ટ્રેક્ટર હોય એના દેવા માફ થતા હતા, ગરીબ માણસને દીકરી પરણાવવી હોય તો જમીન વેચવી પડતી હતી. અમે પી.એમ કિશાન યોજના લાવીને અત્યાક સુધી 2 લાખ કરોડ રૂપિયા સીધા ખાતામાં આપ્યા, વચ્ચે કોઇને કટકી કરવા ન મળી. બનાસકાંઠામાં 5 લાખ ખેડૂતોને પૈસા મળ્યા, કટકી કરવા ન મળી એ મોદીનો વિરોધ કરે છે. હવે અંબાજી-તારંગા રેલવે લાઇન બનવા જઇ રહી છે, ટુરિઝમને નવો અવકાશ મળશે. નડાબેટ પર કોઇ ડોકિયું નહોતું કરતું અત્યારે હજારો લોકો આવે છે, દેશની ધરોહરની રક્ષા માટે અમે કામ કર્યું છે. ટૂરિઝમનો અવકાશ મળ્યો તો, આવક વધી છે. બનાસકાંઠામાં તમારે બધાએ કમળ ખીલવવાના છે, પાકા પાયે વધુમાં વધુ મતદાન કરાવીને બધા રેકોર્ડ તોડવાના છે.

વડાપ્રધાને અમદાવાદમાં 54 કિલોમીટર લાંબો રોડ શો કર્યો

અમદાવાદમાં 1 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 54 કિલોમીટરનો મેરેથોન રોડ શો ચાંદખેડા ખાતે પૂર્ણ થયો હતો. સાંજે 5.15 વાગ્યે નરોડા ગામથી શરૂ થયેલો વન મેન મેગા રોડ શો રાતે 9 વાગ્યે ચાંદખેડા ચાર રસ્તા ખાતે પૂર્ણ થયો હતો. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની 13 વિધાનસભા અને ગાંધીનગરની એક વિધાનસભા મળી કુલ 14 વિધાનસભામાં ફરી વળ્યો હતો. આ રોડ-શોમાં છેકથી છેક સુધી રોડની બંને તરફ અમદાવાદીઓ ઉમટી પડ્યા હતા. મેગા રોડ શોમાં 3.45 કલાક સુધી વડાપ્રધાન મોદીએ હાથ હલાવીને લાખો લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.

પહેલા તબક્કામાં 8 ટકા જેટલું ઓછુ મતદાન થયું

પહેલા તબક્કાનું અંદાજિત 60.35 ટકા મતદાન નોંધાયું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં 58 ટકા જેટલું મતદાન થયું છે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં 66 ટકા જેટલું મતદાન નોંધાયું છે. આમ સૌરાષ્ટ્રમાં દક્ષિણ ગુજરાત કરતા 8 ટકા જેટલું ઓછુ મતદાન થયું છે.

અન્ય સમાચારો પણ છે...

પાટણમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, પાટણ એટલે ભવીષ્યની તસવીર, પાટણ એટેલે મેળાઓની ધરતી, એક મેળો પુરો ન થાય અને બીજો મેળો શરૂ થાય.. પાટણમાં આવું એટલે જૂની બધી યોદો આવે. વડાપ્રધાને કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું કે, કોંગ્રેસ જ્યારે EVMને લઈ સવાલ કરે એટલે સમજી લેવાનું કે કોંગ્રેસેને ચૂંટણી ચાલતી હોય ત્યારે મોદીને ગાળો બોલવાની અને ચૂંટણી પુરી થાય એટલે EVMને બોલવાની. ગઈકાલે જે મતદાન થયું છે તેમાં કોંગ્રેસે જ નક્કી કરી દીધુ છે કે ભાજપ જીતશે. મારા માટે પ્રચારનો છેલ્લો દીવસ છે, તમારે આ વખતે બધા રેકોર્ડ તોડવાના છે. કોંગ્રેસે ગરીબના નામે માત્ર વાયદા જ કર્યા છે જ્યારે ભરોસાનું બીજુ નામ એટલે ભાજપ.. અમે 44 કરોડ લોકોના બેંકના ખાતા ખોલાવ્યા, તમારા આ દીકરાએ 3 કરોડ ગરીબોના ઘર બનાવ્યાં છે. અમે ગરીબની ચીંતા કરી છે અને ઈમાનદારીથી કામ કરી રહ્યા છીએ.

કોંગ્રેસે ગરીબો અને અમીરો વચ્ચેનું અંતર વર્ધાયું છે. કોંગ્રેસના નેતાએ કહ્યું હતું કે દિલ્હીથી એક રૂપિયો નીકળે ત્યારે ગરીબ પાસે પહોંચતા પહોંચતા 15 પૈસા થઈ જાય. જ્યારે ગરીબો માટે અમારી સરકાર ખજાનો ખોલી નાખે છે. દરેક ખેડૂતોના ખાતામાં ડાયરેક રૂપિયા જમા કરાવ્યાં છે, વચ્ચે કોઈ કટકી નહી, કોઈ વચેટીયો નહીં. 2 હજાર રૂપિયાની યુરિયાની થેલી અમે વિદેશથી લઈ આવીએ છીએ અને 270 રૂપિયામાં ખેડૂતોને આપીએ છીએ. અમારી સરકારે 80 કરોડ લોકોને વિનામૂલ્યે અનાજ આપ્યું છે. આયુષ્યમાન યોજનાએ સમગ્ર પરિવારને એક મોટી તાકાત આપી છે, દરેક પરિવારને 5 લાખ સુધીનો હોસ્પિટલનો ખર્ચો આ સરકાર ભોગવ્યો છે. ખેતરે ખેતરે પાણી આપીને એક પાક, બે પાક અને ત્રણ પાક ખેડૂત લઈ શકે તેની ચિંતા અમે કરી છે. પહેલાં કાયમ રેલવે માટે આંદોલન થાતા, આજે પાટણને રેલવે માર્ગ જોધપુર સાથે જોડી દીધું છે.

વડાપ્રધાને કહ્યું કે, ઘરમાં ગંભીર માંદગી આવી હોય તો ગરીબ માણસ પાંચ વર્ષ દેવામાંથી બહાર ન આવે, અમે મા કાર્ડ જેવી યોજનાઓ લાવી અને ગરીબોની મદદ કરવાનું શરૂ કર્યું. કોરોનામાં આખી દુનિયા અધ્ધર થઇ હતી, આપણા પગ જમીન પર રહ્યા છે. આ દેશનો કોઇ ગરીબ ભુખ્યો ન રહે તેની ચિંતા અમે કરી, ત્રણ વર્ષ સુધી 80 કરોડ લોકોને મફતમાં અમે અનાજ આપ્યું. કોરોનામાં વેક્સિનનો તમારે એક રુપિયાનો ખર્ચ થયો? તમારા આશીવાર્દ જ મને હારવા નથી દેવાના. આપણે વિદેશમાંથી યુરિયા લાવવો પડે છે, સરકારને 2000માં પડે છે અને તમને 270માં પડે છે. હવે આપણે નેનો યુરિયા બનાવી રહ્યા છે, એક થેલી જેટલું કામ એક બોટલ કરશે.

કોંગ્રસવાળાની ખબર હતી એ ગામમાં મોટા મોટાને સાચવી લે એટલે એમની દુકાન ચાલતી હતી. દેવા નાબુદીના નામે કોંગ્રેસે ભ્રષ્ટાચાર કર્યો, જેના ઘરે બે-બે ટ્રેક્ટર હોય એના દેવા માફ થતા હતા, ગરીબ માણસને દીકરી પરણાવવી હોય તો જમીન વેચવી પડતી હતી. અમે પી.એમ કિશાન યોજના લાવીને અત્યાક સુધી 2 લાખ કરોડ રૂપિયા સીધા ખાતામાં આપ્યા, વચ્ચે કોઇને કટકી કરવા ન મળી.

રિપોર્ટર: અનિલ રામાનુજ રાધનપુર