ગુજરાત વિધાનસભાની ચુંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થયું હતું. સુરત જિલ્લાની 16 બેઠકોના 168 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું છે. ત્યારે ઈવીએમને સીલ કરીને ગાંધી એન્જિનિયરીંગ અને એસવીએનઆઈટી ખાતે તૈયાર કરવામાં આવેલા સ્ટ્રોંગ રૂમમાં મુકવામાં આવ્યા છે. જીતના દાવા કરતાં ઉમેદવારોના ભાવી 8મીએ સીલ સાથે ખુલશે.
ઇવીએમ સ્ટ્રોંગ રૂમ પર પહોંચ્યા
ગુજરાત વિધાનસભાની ચુંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન 1 ડીસેમ્બર 2022ના રોજ થયું હતું. 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થયું હતું. જેમાં સુરત જીલ્લામાં 2017ની ચૂંટણીની સરખામણીએ 5. 08 ટકા ઓછું એટલે કે 61. 71 ટકા જ મતદાન થયું છે. સુરત જિલ્લાની 16 બેઠકોના 168 ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ જામ્યો છે ત્યારે ૧૬૮ ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં સીલ થઇ ગયું છે. ચુંટણી પૂર્ણ થયા બાદ ઈવીએમ સીલ થઇ ગયા છે. અને આ ઈવીએમ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ગાંધી એન્જીનીયરીંગ અને એસવીએનઆઈટી ખાતે તૈયાર કરવામાં આવેલા સ્ટ્રોંગ રૂમમાં મુકવામાં આવ્યા છે.
8 ડિસેમ્બર સુધી ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત રહેશે
અહિયાં પણ ઉમેદવારો અથવા તેમના પ્રીતીનીધીની હાજરીમાં સ્ટ્રોગરૂમને સીલ કરવામાં આવ્યા છે. 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર થશે ત્યાં સુધી અહી ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સીસીટીવી કેમેરાથી પણ સ્ટ્રોંગ રૂમમાં નજર રાખવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ૮ ડીસેમ્બરના રોજ પરિણામ શું આવશે તેના પર સૌ કોઈની નજર છે. 8 ડીસેમ્બરના રોજ પરિણામ જાહેર થયા બાદ ચિત્ર સ્પસ્ટ થઇ જશે.