આવાજ ન્યુઝ 24×7, આર.એચ.વેંઝિયા, 2/12/22

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

            બનાસકાંઠાના વાવ ગામે ચાર કરોડ થી વધુના ખર્ચે રૂર્બન યોજના અંતર્ગત નલ સે જલ યોજના કાર્યરત છે આ યોજનાનું ટેન્ડર ટલે ચડ્યાબાદ છેલ્લા છ માસથી વધુના સમય પૂર્વે કામ ચાલુ કરવામાં આવેલ છે જેમાં મુખ્ય કોન્ટ્રાકટરે આ કામ કોઈ પેટા કોન્ટ્રાકટરને આપ્યું હોઈ આ કામમાં ભારે ગેરરીતિઓ થઈ હોવાના પ્રશ્નો ઉદભવ્યા છે.વા

            વના એક જાગૃત નીડર નિષ્પક્ષ અને સેવાભાવી નાગરિક નરેશકુમાર રાણાજી વેંઝિયાએ તાલુકા ઓફિસ થી પી.એમ.ઓ.ઓફિસ સુધી પત્ર લખી જણાવેલ છે કે, વાવ ખાતે ચાલતું નલ સે જલ યોજના અને તેના સંદર્ભિત કામો સરકારશ્રીની ગાઇડલાઈન મુજબ થતાં નથી. જેમાં પાઇપો ની ઊંડાઈ માત્ર બે થી ત્રણ ફૂટની રખાઈ છે, જ્યાં ગટર લાઇનો નાખેલ છે તેની બાજુમાં કે ઉપર થી પીવાના પાણીની લાઈનો નાખેલ છે વધુમાં જે રોડ રસ્તા તૂટે છે તેનું રીપેરીંગ કામ થતું નથી, પાઇપો ની સાઇજો માં પણ ફેર બદલ કરવામાં આવેલ છે. વધુમાં કે બેતાલીસ કિમીના ઘેરાવામાં નંખાઈ રહેલ પીવાના પાણીની પાઇપો ની લાઈન દોરી માં કોઈ ટેકનિકલ ઇજનેરને સાથે રાખવામાં આવતા નથી. આ કોન્ટ્રાકટર વિરૂદ્ધ કોઈ રજૂઆત કરવામાં આવે તો કોઈ રાજકીય નેતાનો ઉપયોગ કરી અરજદારોને ચૂપ કરાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ કરોડોની કામગીરીમાં ગેરરીતિઓનો સિલસિલો યથાવત રહ્યો તો આ મુદ્દો આ વિધાનસભામાં રાજ્યસરકારને નુકશાન કરે તેવી દહેશત વર્તાઈ રહી છે.

            પાંચસો થી વધુ ઘરોની વસ્તી ધરાવતા વાવ પ્લોટ વિસ્તારમાં આ યોજના અંતર્ગત હલકી ગુણવત્તાની પાઇપો નાખી છે. હજુ નળ કનેકશનનું જોડાણ થયું નથી ને લોકોના આધાર સિડિગ કરી દીધેલ છે. આ મુદ્દે ઉચ્ચસ્તરે રજૂઆત થતાં તપાસની કામગીરી સોંપાઈ છે પણ કોઈ સાચી દિશામાં તપાસ ન કરતાં કોન્ટ્રાકટર ફેવરમાં તપાસ થતાં અરજદાર કોર્ટના દ્વાર ખખડાવી ન્યાયની માગ કશે તેવું અરજદારે મીડિયા સમક્ષ જણાવ્યું હતું.