કડીના ચડાસણા ગામે GIBનું કામકાજ ચાલી રહ્યું હતું અને GIB માં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા વર્કરો ચડાસણા ગામે કામ કરી રહ્યા હતા. જે દરમિયાન નારુરામ ભીલ કે જેઓ હાલ ડાંગરવા ગામે રહે છે અને મૂળ રાજસ્થાનના વતની છે. જેઓ ગામની અંદર ઇલેક્ટ્રીકનું કામકાજ કરી રહ્યા હતા. જે દરમિયાન નરુરામ ભીલ GIB ની ઇલેક્ટ્રીક ડી.પી પાસે જઈને લંગારીયા ઉતારવા જતા તેઓના હાથમાં રહેલ લંગરીયા ઉતારવાના દંડામાં અર્થીંગ વાયર લબડતો હોઈ જેઓને અડી જતા તેઓને કરંટ લાગ્યો હતો. જ્યાં કરંટ લાગતા તેઓ જમીન ઉપર પટકાયા હતા. કરંટ લાગતા આજુબાજુ કામ કરતા માણસો દોડી આવ્યા હતા અને કલોલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું હતું. જ્યાં ઘટનાની જાણ નંદાસણ પોલીસને જાણ થતા નંદાસણ પોલીસે નિવેદનના આધારે કાર્યવાહી હાથ ધરી હતી.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ચડાસણા ગામે ઈલેક્ટ્રીકનું કામ કરી રહેલા મજૂરનું મોત થતા મોટો પ્રશ્ન ઉભો થવા પામ્યો છે. મજુર ઈલેક્ટ્રીક ડીપીમાં લંગરીયા ઉતારવા ગયો હતો. જે દરમિયાન આગળથી આવતો કરંટ બંધ હતો કે ચાલુ હતો અને જે દરમિયાન મજૂરો કામ કરી રહ્યાં હતા. ત્યારે GIB વિભાગના અધિકારીઓ હાજર હતા કે નહીં તે પણ પ્રશ્ન ઉભો થવા પામ્યો છે.