બાલાસિનોર : ગુજરાત માં વિધાનસભાની ચૂંટણીમાં હવે ભાજપ કોંગ્રેસ સામ સામે ચૂંટણી પ્રચાર જોર શોરથી કરવામાં આવી રહ્યા છે ત્યારે એક પછી એક કેન્દ્રીય મંત્રીઓ બાલાસિનોર વિધાનસભાની  ચૂંટણીમાં પ્રચાર અર્થે આવી રહ્યા છે.જેમાં ૧૨૧ બાલાસિનોર વિધાનસભા ઉમેદવાર અજીતસિંહ ચૌહાણ, મહિસાગર જિલ્લા પ્રમુખ પટેલ સુરેશભાઈ,ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહા મંત્રી સમીર શેખ,બાલાસિનોર શહેર કોંગ્રેસ પ્રમુખ છત્રસિંહ ચૌહાણ તેમજ નગરપાલિકા કાઉન્સિલર તેમજ યુથ કોંગ્રેસ અને મતદારો ઉપસ્થિત રહ્યાં હતાં.

આજ રોજ બાલાસિનોર ૧૨૧ વિધાનસભાની ચુંટણી પ્રચાર અર્થે બાલાસિનોર માનવ હોટલ પાસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી દ્વારા જાહેર સભા ને સંબોધી હતી.જેમાં ભાજપ પર પ્રહાર કર્યો જેમાં વધતી જતી મોંઘવારી અને બે રોજગારી ,વધતા જતા ગેસના ભાવ અને શિક્ષણ ના વ્યાપારી કરણ જેવા મુખ્ય મુદ્દાઓ હતા. ગુજરાત મા જયારે પ્થમ તબક્કનુ મતદાન જ્યારે પૂર્ણ થયું ત્યારે હવે જોવાનું રહ્યું કે ત્રિપાખ્યા જંગ મા કોન બાજી મારે તે જોવાનું રહ્યું.