૧ લી ડિસેમ્બર એટલે કે વિશ્વ એઈડ્સ દિવસ. આજરોજ વિશ્વભરમાં વિશ્વ એઈડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી છે ત્યારે દિયોદર ખાતે આવેલ શ્રી તપસ્વી આર્ટસ કોલેજમાં વિશ્વ એઈડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી એઈડ્સ થવાના કારણો, લક્ષણો અને અટકાવવાના ઉપાયો વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોલેજના આચાર્યશ્રી હેતલબેન ઠક્કર, પ્રા.ડો. નરેશભાઈ, પ્રા.તેજપુરી ગોસ્વામી, પ્રા. ગોપાલભાઈ કાપડી, પ્રા. પ્રકાશભાઈ ચૌધરી , પ્રા. જ્યોતિકાબેન ચૌધરી, પ્રા.શિવરામભાઈ અને પ્રા. શામળભાઈ નાઈ વગેરે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને એઇડ્સ વિશે સંપુર્ણ માહિતગાર કર્યા હતાં. આ સાથે વિશ્વ એઈડ્સ દિન ઉજવણીના ભાગરૂપે એઈડ્સ- સામાજિક સમસ્યા વિષય પર નિબંધ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.