ઈંગ્લેન્ડે તોડ્યો 112 વર્ષ જૂનો રેકોર્ડ, રાવલપિંડી ટેસ્ટના પહેલા દિવસે પાકિસ્તાન વિરુદ્ધ 506 રન બનાવ્યા
ટીમ ઈંગ્લેન્ડે ગુરુવારે પાકિસ્તાન સામેની રાવલપિંડી ટેસ્ટના પ્રથમ દિવસે 506 રન બનાવીને રેકોર્ડ બુક ફરી લખી.
ટેસ્ટના પ્રથમ દિવસે સૌથી વધુ રન બનાવવાનો અગાઉનો રેકોર્ડ 494નો હતો જે 112 વર્ષ પહેલા ડિસેમ્બર 1910માં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચમાં રચાયો હતો.
સુકાની બેન સ્ટોક્સે ટોસ જીત્યા બાદ કરવાનું પસંદ કર્યા બાદ ઈંગ્લેન્ડના ટોચના ક્રમમાં ઝેક ક્રોલી (122), બેન ડકેટ (107) અને ઓલી પોપ (108)એ સદી ફટકારી હતી.
રિપોર્ટર : વારિસ સૈયદ, હિંમતનગર.