બનાસકાંઠા જિલ્લા ના વાવ માં રુર્બન યોજના હેઠળ જળ સે નલ તક પાણી પહોંચાડવા તેમજ વાવ ની ચો ફેર પાણી ની પાઇપલાઇન ની કામગીરી  અંદાજીત 4.50 કરોડ ની છે જે  કામમાં મોટા પાયે ગેરરીતિને લઈને વડાપ્રધાન, રાજ્યપાલ  મુખ્યમંત્રી, પાણી પુરવઠા મંત્રી સહિત કલેકટર તેમજ જવાબદાર અધકારીઓને લેખિત તેમજ મૌખિક જાણ કરવામાં આવેલ છે છતાં કોઈ કાર્યવાહી ના કરાતા ગામ ના જાગૃત નાગરિક નરેશભાઈ રાણાજી વેંઝિયા દ્વારા જો આ બાબતે યોગ્ય તપાસ નહીં થાય તો કોર્ટ ના દ્વાર ખખડાવવા ની ચીમકી ઉચ્ચારેલ છે. ઉલ્લેખનીય છે કે થોડા મહિના અગાઉ આ યોજના નું કામ ટલ્લે ચડતા લોકો એ ભારે હોબાળો મચાવ્યો હતો. જેમાં માત્ર પાઇપ ના ડંડા ઉભા કરી બિલ ઉધારી ગયા હોવાના આક્ષેપ વાવ ના હરિપુરા માં થયા હતા .ફરી એક વાર આંબેડકર વાસ માં નાખવામાં આવતી પાણીની પાઈપ લાઈન ડુંબ્લીકેટ છે તેવો વિડીયો સોસ્યલમીડિયામાં વાયરલ થયો છે જેને લઈને અનેક ચર્ચાઓ એ જોર પકડ્યું છે ત્યારે શું આ પાઈપ લાઈન માં ભ્રષ્ટાચાર થયો છે અને ભ્રષ્ટાચાર થયો હોય તો તે પાઇપલાઈન ની કવોલીટી ને એફ એસ એલ માં મૂકવા માં આવે તેવી લોક માંગ છે જવાબદાર તંત્ર આ અંગે ઝીણવટ ભરી તાપસ આદરે તો મોટો ધટસ્પોર્ટ દ્વારા મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે.