ડીસામાં ભાજપ ઉમેદવારનો અનોખો પ્રચાર: વહેલી સવારે જાતે ચા બનાવી લોકોને પીવડાવી

 શાકભાજીના વેપારીઓ અને મજૂરો પાસે બેસી તેમના પ્રશ્નો સાંભળ્યા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર હવે અંતિમ તબક્કા તરફ જઈ રહ્યો છે. ત્યારે ડીસા ભાજપના ઉમેદવાર આજે અચાનક જ વહેલી સવારે ચાની કિટલી પર જઈ જાતે જ ચા બનાવી લોકોને પીવડાવી હતી. ત્યારબાદ શાકભાજીના વેપારીઓ સાથે બેસી તેમના પ્રશ્નો સાંભળી નિરાકરણ લાવવાની ખાત્રી આપી હતી.

વિધાનસભા 2022 ની ચૂંટણીનો પ્રચાર જંગ અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે ત્યારે ડીસા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કોમન મેન પ્રવીણ માળી આજે વહેલી સવારના શહેરના શાક માર્કેટ પહોંચ્યા હતા અને જાતે જ ચાની રેંકડી પર ચા બનાવીને વેપારીઓ અને મજૂરોને પીવડાવી હતી. પ્રવીણ માળી એક યુવા નેતા છે અને આજે વહેલી સવારના તેમના આગવા સ્વરૂપને જોઈ લોકો પણ ચોંકી ઉઠ્યા હતા.

પ્રવીણ માળીએ વેપારીઓ અને મજૂરોને ચા પીવડાવ્યા બાદ મજૂરો સાથે બેસીને વાતચીત પણ કરી હતી. શાક માર્કેટમાં મજૂરી કરતા મજૂરોના પ્રશ્નો સાંભળી તેનું નિરાકરણ લાવવાની ખાત્રી આપી હતી. યુવા નેતા અને ઉમેદવાર અચાનક મજૂરો અને મધ્યમ વર્ગના વેપારીઓ સાથે આવી તેમની જોડે બેસી વાતચીત કરતા લોકોએ પણ તેમને આવકાર્યા હતા.

દિપક પઢિયાર બનાસકાંઠા