(મેરૂજી પ્રજાપતિ)

બીજાતબક્કાની ચૂંટણી યોજાવવાને હવે ગણતરીના દિવસોબાકીછે.ત્યારે બનાસકાંઠાની થરાદવિધાનસભાની બેઠકઉપર સૌ ની મીટ મંડાયેલછે. સાંસદશ્રી પરબતભાઈપટેલની લોકચાહના સરળતા-સાદગી અનેદરેક વ્યક્તિને ભાઈકહીને સંબોધવાની સજ્જનતાને લઈ ભાજપનો દબદબો રહ્યોછે સામેપક્ષે કોગેસના ગુલાબસિંહ રાજપુત પેટા ચૂંટણીમાં જીતેલ અને ચાલુ ધારાસભ્યછે. સ્થાનિક પ્રશ્નોમાટે આંદોલનકરી સ્થાનિક કક્ષાએ કામોકરાવી લોક ચાહનાપ્રાપ્ત કરી ચૂક્યા છે. પરબતભાઈ પટેલ સંસદ સભ્ય હોવાથી તેમના વિસ્તારને અન્યાય ન થાય તેમાટે નીતિવિષયક નિર્ણયોના કારણે પણ વિસ્તારને કોઈતકલીફ પડેલનથી. લોક સેવાનેવરેલ.સંસદશ્રીપરબતભાઇની અને ધારાસભ્ય ગુલાબસિહની સેવાનીસુવાસ ને લઈ ભાજપ-કોંગ્રેસની ચૂંટણીસભાઓમાં માનવ મહેરામણ ઉમટી પડતી હોય છે. ત્યારે પ્રવર્તમાન પરિસ્થિતિમાં કમળ ખીલે છે કે ગુલાબ તેના લેખાજોખા લોકમુખે ચર્ચાઇ રહેલ છે. ભાજપ દ્વારા સક્ષમ સહકારીઆગેવાન શંકરભાઈચૌધરીને મેદાને ઉતારી નવો અખતરો અખત્યાર કરેલ છે. શ્રી શંકરભાઈ ચૌધરી સહકારી આગેવાન હોય સહકારના વિકાસ માટે સૌને સાથે લઈ ચાલવાની નીતિને લઈ વિરોધપક્ષનાલોકો પણ સોફ્ટકોર્નર છે. ત્યારે કોંગ્રેસના ગુલાબ અને ભાજપનાં કમળને લઈ ઠેર-ઠેર ઉમટતી જંગી જનમેદની યથાવત પરિસ્થિતિ જાળવશે. કે પછી પરિવર્તનએ સમય બતાવશે.