ડીસા વિધાનસભા સીટ નં 13 પર અપક્ષ, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, અને ભાજપના, ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. ત્યારે ડીસા આમ આદમી પાર્ટીના વિધાનસભા ઉમેદવાર ડૉ.રમેશ પટેલ પણ ચુંટણી જીતવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. જ્યારે આજે પંજાબના મુખ્યમંત્રી ભાગવત માન સાથે નીકળેલ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકોને જોડાયા હતા. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડૉ. રમેશ પટેલ યુવા શિક્ષિત અને વ્યવસાયે ડૉક્ટર હોવાથી લોકોમાં સારો આવકાર મળી રહ્યો છે,
ડીસા ખાતે આપ ના ઉમેદવાર ડો.રમેશ પટેલ અને પંજાબના મુખ્યમંત્રી ભાગવત માનના રોડ શોમાં માનવ મહેરામણ ઊમટી પડ્યુ. ડો.રમેશ પટેલ ને મળી રહ્યો છે સારો એવો આવકાર
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2022/11/nerity_2a63a818ba3f85eb784768a8bb9ec671.jpg)