વિધાનસભાની ચૂંટણીને લઈને મતદાન માટેની

તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

આજે જૂનાગઢના બહાઉદ્દીન કોલેજ ખાતેથી

તમામ મતદાન મથકો ઉપર EVM મશીન સાથે

સ્ટાફને રવાના કરવામાં આવ્યાં હતા.  પાંચ બેઠક માટે 34 ઉમેદવારો મેદાનમાં

જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક

માટે તૈયારીઓ કરી દેવામાં આવી છે. જેમાં 12

લાખ 72 હજાર 356 મતદારો માટે 1 હજાર

346 મતદાન મથક ઊભા કરવામાં આવ્યા છે.

આ મતદાન મથક ઉપર ચૂંટણી પ્રક્રિયા માટે 3

હજાર 272ના સ્ટાફની નિમણુંક કરવામાં આવી

છે. જૂનાગઢ વિધાનસભાની પાંચ બેઠક માટે

કુલ 34 ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે શાંતિપૂર્ણ

વાતાવરણમાં મતદાન થાય તે માટે પોલીસ સ્ટાફ

પણ તહેનાત કરી દેવામાં આવ્યો છે. જિલ્લામાં પાંચેય વિધાનસભા બેઠક ઉપર

ડિસ્પેચિંગ સેન્ટરો દ્વારા EVM અને પોલીસ

સ્ટાફને આજે કલેક્ટર રચિત રાજ દ્વારા રવાના

કરવામાં આવ્યાં હતા. જિલ્લા કલેક્ટર દ્વારા

પોલિંગ સ્ટાફને ગુલાબનું ફૂલ આપી અને

શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તે

માટે સૂચનાઓ આપવામાં આવી હતી.