ગુજરાત રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા જિલ્લા વહિવટી તંત્રના ઉપક્રમે આગામી જાન્યુઆરી-૨૦૨૩ના પ્રથમ અઠવાડિયામાં પાવાગઢ ખાતે ગુજરાત રાજ્યના ૧૯ થી ૩૫ વર્ષના સિનિયર વિભાગના યુવક અને યુવતિઓ માટે પાવાગઢ આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધામાં સ્પર્ધકે માંચીથી દુધિયા તળાવ સુધી ચઢીને ઉતરવાનું રહેશે.આ સ્પર્ધામાં ભાગ લેવા માટે સાહસવીરોએ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશન માટેનું અરજી ફોર્મ અત્રેની જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન ભાગ-૨, પ્રથમ માળ, ગોધરા પંચમહાલ ખાતેથી મેળવવાનું રહેશે. ફોર્મ સંપુર્ણ વિગત ભરી તા.૩૦/૧૨/૨૦૨૨ સુધીમાં અત્રેની કચેરીએ રૂબરૂ અથવા ટપાલથી મોકલી આપવાનું રહેશે. વધુ માહિતી માટે રાજેશ પારગી ૬૩૫૩૯૩૫૬૫૭ (જિલ્લા યુવા વિકાસ અધિકારી પંચમહાલ)ના મોબાઈલ નંબર પર સંપર્ક કરવાનો રહેશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે