કતારગામમાં આપના કાર્યકરોએ વાડીનાથ ચોકથી ઘનમોરા

ચાર રસ્તા પાસે ડિવાઇડરની કામગીરી અટકાવી પાલિકાના

સ્ટાફ સાથે માથાકૂટ કરી હતી. આ કેસમાં પોલીસે આપના

કાર્યકર પિયુષ ભૂપત વરસાણી (રહે, કમલ એપાર્ટ, કતારગામ), તુલસી મનુ લલૈયા (રહે, સાઈ આસ્થા રેસીડન્સી, અમરોલી) અને રજનીકાંત વાઘાણી સામે

સરકારી કામમાં રૂકાવટનો ગુનો નોંધ્યો છે.

27મીએ રાત્રે કોઈએ ડિવાઇડર તોડી નાંખ્યા હતા. આ

બાબતે પાલિકાના ઓફિસરે પહેલાં પોલીસમાં અરજી આપી હતી.

જ્યાં જ્યાં ડિવાઇડર તોડ્યા હતા ત્યાં 12 સ્થળે

પાલિકાએ ચેક કર્યું હતું. જ્યાં માણસો ભેગા હતા અને કામ કરવા દેતા ન હતા. સમજાવવા છતાં આપના કાર્યકરો માનતા ન હતા. ઉપરથી સ્ટાફને કહ્યું કે ‘આજે અમારી સભા છે.

જેથી ડિવાઇડર નહિ બનાવવા દઈએ’ કહી સામાન વેરવિખેર કરી નાખી સૂત્રોચ્ચાર કરી ફર્મા તોડી નાખવાની કોશિશ કરી હતી. આ ઘટનાને પગલે પાલિકાના સ્ટાફે કતારગામ પોલીસને જાણ કરી હતી. આથી પોલીસે ઘટના સ્થળે આવી બે કાર્યકરોને પકડી પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા.