મળતી માહિતી અનુસાર કડોદરા પોલીસ મથક વિસ્તારમાં આવેલ વરેલી ગામે આવેલ વી. ટી. પેકેજીંગ નામની 4 માળની ફેકફરીમાં ગત વર્ષે 18 ઓક્ટોબરના 2021 રોજ આગ લાગી હતી જે દુર્ઘટનામાં 2 લોકોના મોત નિપજ્યા હતા જે ફેકરરીના સુડા દ્વારા સીલ કરવામાં આવી હતી આ બંધ દુર્ઘટના ગ્રસ્ત ફેકટરીમાં 3, 4, 5 માં માળે સીલ કરેલા સમાનને ગત 19 મી નવેમ્બરના રોજ અજાણ્યા તસ્કરો ફેકટરીના દરવાજે મારેલુ સીલ તોડી 15 જેટલા સિલાઇ મશીન તેમજ પરચુરણ સમાન મળી  કુલ 3. 5 લાખથી વધુની મતા ચોરી ગયા હતા ઘટના અંગે ફેકટરીના માલિક દ્વારા કડોદરા પોલીસમાં ગુનો નોંધાવમાં આવ્યો હતો કડોદરા પી. આઈ. રાકેશ પટેલ સહિતની પોલીસ ટિમ ચૂંટણી અંતર્ગત કાયદો અને વ્યવસ્થા જાળવવા પેટ્રોલીંગમાં હતા જે દરમિયાન વરેલી ગામેથી હરિપુરા તરફ જતા રસ્તે 4 માણસો શંકાસ્પદ હાલતમાં કેટલીક ભંગારની વસ્તુઓ તેમજ કોપરના વાયર સાથે ઝડપી લેવામાં આવ્યા હતા ઝડપાયેલા (1)સુનિલકુમાર અમેરિકા યાદવ (રહે. વરેલી ગોવિંદ ભરવાડની રૂમમાં )  તેમજ સોનુ જનાદન મિશ્રા (રહે. કડોદરા પટેલપાર્ક કાલુભાઈની બિલ્ડીંગ ) 

અને તુલસીરામ કાલુરામ હરબોલ (રહે. વરેલી પૂનમ ટોકીઝની સામે ) 

અને વિશાલ રમેશભાઈ રાઠોડ (રહે. હરિપુરા બોપાલી ફળિયું)નાઓની અટકયાય કરી પૂછપરછ કરતા આ ચારેયએ ગુનાની કબૂલાત કરી હતી પોલીસે આરોપી પાસેથી લોખંડના કાપેલા સળિયા તેમજ ઇલેક્સ્ટ્રીક વાયરને સળગાવી તેમાંથી નીકળતું કોપર વાયર  મળી કુલ 7150/- નો મુદ્દામાલ કબ્જે લઈ ચારેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરવામાં આવી હતી