ત્રણ તાલુકામાં ૩૦૩ બુથ પર યોજવામાં આવનાર છે મતદાન.

આ ૯૮ રાજુલા વિધાનસભા સીટ પર જ્ઞાતિ વાઈજ મતો નું વર્ગીકરણ અને કઈ જ્ઞાતિ ના કેટલા મતો છે તેનું ગણિત

પટેલ સમાજના ૧૭૦૦૦ મતો.

ક્ષત્રિય સમાજના ૧૩૦૦૦ મતો.

દલિત સમાજના ૧૯૦૦૦ મતો.

આહીર સમાજના ૫૮૦૦૦ મતો.

કોળી સમાજના ૮૦૦૦૦ મતો.

ખારવા સમાજના ૯૦૦૦ મતો.

લઘુમતી સમાજના ૧૯૦૦૦ મતો.

બ્રાહ્મણ સમાજના ૧૭૦૦૦ મતો.

સાથે દરેક જ્ઞાતિ જ્ઞાતિ વાઈજ પ્રભુત્વ ધરાવે છે.

જેમાં પુરુષ મતદારો ની સંખ્યા ૧,૪૧,૪૭૭ તેમજ

સ્ત્રી મતદારો ૧,૩૪,૨૧૯ મતદારો મળી કુલ ૨,૭૪,૬૯૬, મતદાતા ઓ નો સમાવેશ થાય છે.

ત્રણેય તાલુકાઓ ના કુલ ૩૦૩ મતદાન બુથ પૈકી ના

 રાજુલા તાલુકા માં ૧૬૧ બુથ જાફરાબાદ તાલુકા માં ૯૨ બુથ,ખાંભા તાલુકા માં ૪૫ બુથો આવેલા છે.

૩૦૩ મતદાન મથકો પૈકી ના ૧૭૯ મતદાન સ્થળો અને ૭ સખી બુથો આવેલા છે.

છેલ્લી આગળની ૪ ચાર ચૂંટણી ના પરિણામો પર જો નજર નાખીયે તો

વર્ષ ૨૦૦૨માં હીરાભાઈ સોલંકી [ ભાજપા ]એ મધુભાઈ ભુવા [કોંગ્રેસ]ના ઉમેદવાર ને હરાવી ૩૭૦૬૨ મતની સરસાઈ મેળવી વિજેતા થયા હતા.

વર્ષ ૨૦૦૭ માં હીરાભાઈ સોલંકી [ ભાજપા ]એ નાયાભાઈ ગુજ્જર [કોંગ્રેસ ] ના ઉમેદવાર ને હરાવી ૩૨૩૩૦ મતની સરસાઈ મેળવી વિજેતા થયા હતા.

વર્ષ ૨૦૧૨ માં હીરાભાઈ સોલંકી [ ભાજપા ]એ બાબુભાઇ રામભાઈ રામ[ કોંગ્રેસ ] ના ઉમેદવાર ને હરાવી ૧૮૭૧૦ મતની સરસાઈ મેળવી વિજેતા થયા હતા.

વર્ષ ૨૦૧૭માં અંબરીશભાઈ ડેર [કોંગ્રેસ] એ હીરાભાઈ સોલંકી [ભાજપા ]ના ઉમેદવાર ને હરાવી ૧૨૭૧૯ મતની સરસાઈ મેળવી વિજેતા થયા હતા.

આમ આ વખત ની ચૂંટણી નું જ્ઞાતિ વાઈજ મતદારો ની જો સમીક્ષા કરવામાં આવેતો ૮૦ હજાર કોળી સમાજના અને ૫૮ હજાર આહીર સમાજના મતદારો ઉપર સૌની નજર રહેછે કે જે મતો નિર્ણાયક સાબિત થછે

જોઈએ આવતી આઠમી તારીખે વિજયની વરમાળા કોના ગળામાં પડછે તેતો આવનારો સમયજ બતાવી શકછે

રિપોર્ટર ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.