બનાસકાંઠા થરાદ ના મોરથલ ગામે ભવ્ય બાઇક રેલી યોજી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર નું સ્વાગત સાથે સભા યોજાઈ

યુવા નેતા ગુલાબસિંહ રાજપૂત ના સમર્થનમાં યુવાનોનો ઉત્સાહ વધી રહ્યો છે

થરાદ વિધાનસભા બેઠક પર ભાજપ કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જામી છે જેમાં સમગ્ર જિલ્લાની બેઠકો પર થરાદ વિધાનસભા બેઠકની ચૂંટણી પર સૌકોઈની નજર છે કોંગ્રેસ પક્ષના યુવા નેતા તરીકેની અઢી વર્ષની ધારાસભ્યની જવાબદારીમાં તાલુકાની જનતાની વચ્ચે રહી સુખ દુઃખમાં ભાગીદાર બની યુવા નેતા તરીકેની છાપ ઉભી કરી યુવા વર્ગના દિલમાં વસી બેઠેલા ગુલાબસિહ રાજપૂતના સમર્થનમાં યુવાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે તાલુકાના મતક્ષેત્ર ગ્રામીણ વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર અર્થે જતાં ઠેરઠેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે ત્યારે તાલુકાના મોરથલ ગામે પ્રચાર કાર્યક્રમ યોજવામાં આવતાં ગામના યુવાનો દ્વારા ભવ્ય બાઇક રેલી યોજી ગુલાબસિહ રાજપૂતને સન્માન સાથે સભા બેઠક સુધી લઈ જવામાં આવ્યા હતા અને ગુલાબસિહ તરફી જીતના નારા લગાવી કોંગ્રેસ ઉમેદવાર ગુકબસિહ રાજપૂતનો યુવાઓએ ઉત્સાહ વધાર્યો હતો તાલુકાના પ્રાણ પ્રશ્નોનો ઉકેલ લાવવા ધારાસભ્યની જવાબદારી વચ્ચે ગુલાબસિહ રાજપુતે તાલુકાની જનતાને ન્યાય અપાવવા ઉપવાસ આંદોલન કર્યું હતું. જેમાં અનેક પ્રકારના વિવિધ ઉકેલો લાવવા માટે તંત્રએ ઉપવાસ આંદોલન સ્થળ ઉપર આવી ખાત્રી આપી હતી અને યુવા વર્ગ માટે લોક ચાહના ધરાવતા હોવાથી દરેક ગ્રામીણ વિસ્તારોમાં પ્રચાર અર્થે જતાં યુવાઓ ઉત્સાહ પૂર્વક સન્માન કરી રહ્યા છે અને ફરી બીજી વખત ધારાસભ્ય તરીકેની જીત અપાવવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે અને મોટી સંખ્યામાં મતદારો સભા સંબોધનમાં જોડાઈ રહેતાં ગુલાબસિહ રાજપૂત અને શંકર ચૌધરી વચ્ચે કાંટાની ટકકરે ચૂંટણી યોજાઈ રહી છે.