કડોદરા GIDC પોલીસ મથકના હેડ કોન્સટેબલ હરેશ ખુમા તથા પોલીસ કોન્સટેબલ ભૌતિક મહેન્દ્રને સંયુક્ત રીતે બાતમી મળી હતી. આ બાતમી મુજબ પલસાણા પોલીસ મથકમાં દાખલ થયેલ પ્રોહીબિઝનના ગુનાનો વોન્ટેડ આરોપી હિમાંશુ મનોજ રાય કે જે ચલથાણ ગામની સીમમાં સૂર્યા પેટ્રોલ પમ્પની સામે રોડ પર જાહેરમાં ઉભેલો હતો. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે રેડ કરી વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો હતો.