ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. ત્યારે રાજ્યમાં થઇ રહેલા નાણાકીય વહેવારો અંગે રાજ્યનો જીએસટી વિભાગ સચેત થઇ ગયો છે. આજરોજ રાજ્યના જીએસટી વિભાગ દ્વારા રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ રાજ્યના જીએસટી વિભાગે બોગસ બિલીંગના આધારે અમદાવાદ, ગાંધીધામ અને સુરતમાં કરચોરી કરતા વેપારીને ત્યાં રેડ પાડી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે માટે ATSની ટીમ સાથે રાખવામાં આવી હતી.