તાજેતરમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી-૨૦૨૨ શાંતિપૂર્ણ રીતે યોજાય

અને ગુનેગારો તેમજ અસામાજીક પ્રવૃતિ કરનાર વ્યક્તિઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા

પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેર દ્વારા અધિક પોલીસ કમિશનરશ્રી, ક્રાઇમ બ્રાન્ચ,

અમદાવાદ શહેરને અમદાવાદ શહેર ના પોલીસ સ્ટેશનમાં નાસતા ફરતા આરોપીઓ, પેરોલ-

ફર્લો જમ્પ, તડીપારના હુકમનો ભંગ કરનાર વ્યક્તિઓને પકડી, જરૂરી કાર્યવાહી હાથ ધરવા

સૂચના આપવામા આવેલ.

અધિક પોલીસ કમિશનરશ્રી, ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ શહેર દ્વારા નાસતા

ફરતા આરોપીઓ વિરૂધ્ધ ખાસ ઝુંબેશ હાથ ધરી તા.૦૩/૧૧/૨૦૨૨ થી

તા.૨૨/૧૧/૨૦૨૨ સુધી સ્પે. ડ્રાઇવનુ આયોજન કરેલ. જેમા અમદાવાદ શહેરના જુદા જુદા

પોલીસ સ્ટેશનની તથા ક્રાઇમ બાન્ચ, SOG, EOW તેમજ સાયબર ક્રાઇમની કુલ-૭૦ જેટલી

ટીમો બનાવી અમદાવાદ શહેર, ગુજરાત રાજ્યના જુદા જુદા જીલ્લાઓમાં તેમજ રાજ્ય બહાર

જરૂરી કાર્યવાહી સારૂ રવાના કરેલ હતી. આ ઉપરાંત પેરોલ ફર્લો જમ્પ તેમજ તડીપાર

વ્યક્તિઓને ચેક કરી હુકમના ભંગ કરનાર વિરૂધ્ધ કાર્યવાહી કરવા સ્પે. ડ્રાઇવનું આયોજન

કરવામાં આવેલ હતું.

વ્યકિતઓ કુલ

આ ખાસ ઝુંબેશ દરમ્યાન અમદાવાદ શહેર પોલીસની ટીમ દ્વારા કુલ ૯૬

નાસતા ફરતા આરોપીઓ, પેરોલ ફર્લો જમ્પ ૨૦ તેમજ તડીપાર હુકમનો ભંગ કરનાર

૧૧૦ મળીને કુલ ૨૨૬ થી વધુ આરોપીઓ/અસામાજીક વ્યક્તિઓ

વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ વિધાનસભાની આગામી ચૂંટણી

શાંતિપૂર્ણ અને ભયમુકત રીતે ચૂંટણી યોજાય તે માટે સતત પ્રયત્નશીલ રહી, પરીણામલક્ષી

કામગીરી અમદાવાદ શહેર પોલીસ દ્વારા કરવામાં આવેલ છે.