મોદી સરકારની હાલની યોજનાઓમાં ગાંધીજીનો પ્રભાવ વિષય પર નેત્રંગના પ્રોફેસર જશવંત રાઠોડની સંશોધન પત્રના પ્રપોઝલને ઇન્ટરનેશનલ બુકમાં સ્વીકૃતિ મળી

આઈ.જી.આઈ ગ્લોબલ પબ્લિકેશન દ્વારા માર્ચ-એપ્રિલ 2023 માં વૈશ્વિક સાતત્યપૂર્ણ માનવીય વિકાસ નામનું એક આંતરરાષ્ટ્રીય પુસ્તક પ્રકાશિત થવાનું છે. આ પુસ્તકમાં સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગ અંગ્રેજીના પ્રાધ્યાપક ડૉ. જશવંત રાઠોડ ના સંશોધન પત્ર "આજની મોદી સરકારના જનહિત કાર્યક્રમો તથા લોક કલ્યાણની યોજનાઓમાં ગાંધીજીનો પ્રભાવ" નો સ્વીકાર કરવામાં આવ્યો છે. ડૉ. રાઠોડ દ્વારા રચિત આ સંશોધન લેખને વૈશ્વિક સ્તરે પ્રકાશિત કરવામાં આવશે. તેઓ એ આ લેખમાં બતાવ્યું છે કે હાલ ની સરકાર ની યોજનાઓ અને કાર્યક્રમો માં ગાંધીજીના વિચારોનો પ્રભાવ જોવા મળે છે. આ લેખમાં વિવિધ કાર્યક્રમો તેમજ યોજનાઓ જેવી કે સ્વચ્છતા અભિયાન, આત્મનિર્ભર ભારત વગેરેનો અભ્યાસ કરી તેમના લોક કલ્યાણ હેતુ પડેલા પ્રભાવનું વિશ્લેષણ કરવામાં આવશે.

પ્રોફેસર જશવંત રાઠોડે જણાવ્યું હતુ કે ગાંધીજીના વિચારોથી હું રંગાયેલો છું. આજની સરકારનું આત્મનિર્ભર ભારત, સ્વચ્છતા અભિયાન જેવા કાર્યક્રમોમાં ગાંધીજીના વિચારો જોવા મળે છે. ગાંધીજીનું સ્વચ્છતા અભિયાન આઝાદી પહેલાનું હતું.

આત્મનિર્ભર ભારત એટલે કે એવું ભારત કે જેમાં સશકિતકરણ હોય અને એ સશકિતકરણનો સંવાદ કે જે પ્રેરણા ગાંધીજીએ આપી હતી. ગાંધીજીના હિંદ સ્વરાજ પુસ્તકમાં જોઈએ તો એમણે સામ્રાજ્યવાદને તોડી પાડવા માટે અંગ્રેજોના માઈન્ડ સેટને તોડી પાડવા માટે તેઓએ ઘણી બધી સ્ત્રેર્ટ્રેજી અપનાવી એ સ્ત્રેર્ટ્રેજીનું અનુકરણ આજની સરકારના ઘણા બધા કામો, કાર્યક્રમોમાં જોવા મળે છે.સરકારની યોજનાકીય વિચારો કાર્યક્રમોમાં ગાંધીજી પ્રસ્તુત હોય છે. એ વાતનો સંદેશો પહોંચાડવા માટે આઇજીઆઇ ગ્લોબલ દ્વારા એક નિમંત્રણ મળ્યું હતું એમાં કહેવામાં આવ્યું હતું કે સાતત્ય પૂર્ણ માનવીય વિકાસ નામનું પુસ્તક બહાર પાડવાના છે અને એમાં આર્ટિકલ માટે આમંત્રણ કર્યું છે. વર્ષ 2023માં આંતર રાષ્ટ્રીય સ્તરે વૈશ્વિક સાતત્ય પૂર્ણ વિકાસ નામનું પુસ્તક બહાર પડવાનું છે. એમાં તેઓનો લેખ મોડિફાઇડ ગાંધી નામના ટાઇટલથી આવશે. જેને હાલ તેઓ લખી રહ્યા છે. આ અંગે તેઓની હાલ રિસર્ચ ચાલુ જ છે. તો એના માટે તેઓ અનેક સર્વે કરવાના બાકી છે ગાંધીજીની પ્રેરણા લઈને સરકાર કેવી રીતે લોકભાગીદારીથી સમૃદ્ધ ભારત બનાવવા માટે પ્રયાણ કરી રહી છે.