મતદાનનો અવસર આવી રહ્યો છે મહિસાગર જિલ્લાના વિધાનસભા વિસ્તારમાં વધુને વધુ મતદાન થાય તે હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર સવિશેષ પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે મતદાન જાગૃતિ માટે અનેકવિધ જાગૃતિલક્ષી કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. જે અન્વયે વધુ મતદાન થાય તેમજ જિલ્લાના મતદારો મતદાન માટે જાગૃત થાય તે માટે શેઠ એમ.એલ.વી.ખાનપુર સ્કૂલ ખાતે મેસ્કોટ પ્રદર્શન દ્રારા અને શોર્ટ ફિલ્મ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરાયુ.
મહિસાગર પણ પોતાના સારા ભાવિ માટે પુરજોશમાં તૈયારીઓ કરી રહ્યું છે, એવામાં મહીસાગર જિલ્લાના ચુંટણી અઘિકારીશ્રી દ્વારા લોકોમાં મતદાન અંગે જાગૃતિ કેળવાય તે હેતુસર જિલ્લા સ્વિપ મેસ્કોટ તરીકે “ડાહ્યો” ની પસંદગી કરાયેલ છે. આ મેસ્કોટમાં મતવાળો મહિસાગર બનશે “મત”વાળો મહિસાગર લખેલ જોવા