ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો ગોધરા ખાતે ભવ્ય રોડ શો યોજાયો હતો જેમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની એક જલક મેળવવા રોડ શો ના રૂટ પર આવેલા શહેરના મુખ્ય માર્ગો પર માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.
ગોધરા વિધાનસભા મત વિસ્તારનાં ભાજપના ઉમેદવાર સી. કે.રાઉલજીનાં પ્રચાર પ્રસાર અર્થે સોમવારના રોજ ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક હિન્દુ હ્રદય સમ્રાટ ગણાતા ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે ગોધરા શહેરના રાજમાર્ગો પર ભવ્ય રોડ શો કર્યો જેમાં યોગી આદિત્યનાથને પ્રત્યક્ષ જોવા ગોધરાના રાજમાર્ગો પર ભારે ભીડ એકઠી થઈ જેમાં લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે યોગીજીનો રોડ શો ગોધરાના વિશ્વકર્મા ચોકથી હોળી ચકલા, બાવાની મઢી , બસ સ્ટેન્ડ થઈને લાલબાગ મંદિરના મેદાન સુધી યોજાયો હતો જે બાદ લાલ બાગ મેદાનમાં પહોંચ્યા બાદ રોડ શો જાહેર સભામાં ફેરવાઈ ગયો હતો જ્યાં યોગી આદિત્યનાથે હજારોની સંખ્યામાં ઉમટી પડેલ જનમેદનીને સંબોધી હતી જેમાં સમગ્ર રોડ શો દરમ્યાન જય શ્રી રામનાં ગગનભેદી નારાઓથી ગોધરા નગર ગુંજી ઉઠ્યું હતું જ્યારે યોગી આદિત્યનાથના રોડ શો અને સભાને પગલે રોડ શોના રૂટ અને સભા સ્થળ સહિતના નગરના મોટા ભાગના વિસ્તારો પોલીસ છાવણીના ફેરવાઈ ગયા હતા