હાલોલ ખાતે આવેલ પ્રસિદ્ધ પોલીકેબ ઇન્ડિયા લિમિટેડ કંપની એમ.જી.મોટર્સ કંપની અને સીએટ ટાયર્સ કંપનીના સંયુક્ત ઉપક્રમે અને હાલોલના વહીવટી તંત્ર ચૂંટણી તંત્રના સહિયારા સહયોગથી આજરોજ હાલોલના કંજરી રોડ પર આવેલ પોલીટેકનીક કોલેજ ખાતે 128 હાલોલ વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી ઓબ્ઝર્વ અધિકારી જ્યોતિ દત્તા આઈ.એ.એસ., હાલોલ પ્રાંત અધિકારી ડો. મયુર પરમાર. આઈ.એ.એસ અધિકારી કાર્તિક જીયાણી સહિતના અન્ય અધિકારીઓ તેમજ કર્મચારીઓની વિશેષ હાજરીમાં મતદાન જાગૃતિ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં પોલિટેકનિક કોલેજના પ્રાંગણમાં પોલિકેબ ઇન્ડિયા લિમિટેડ કંપની, એમજી મોટર્સ કંપની, અને સિયેટ ટાયર્સ કંપનીના અધિકારીઓ કર્મચારીઓ વર્કરો સહિતનો સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહ્યો હતો જેમાં ઉપસ્થિત અધિકારીઓએ હાજર જનમેદનીને મતદાનનું મહત્વ સમજાવી તમામને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અચૂક મતદાન કરી અને સૌ કોઈને મતદાન કરાવવા પ્રોત્સાહિત કર્યા હતા જેમાં ઉપસ્થિત તમામ લોકોને અધિકારીઓએ મતદાન કરવા અને મોટી સંખ્યામાં મતદાન કરાવવાની પ્રતિજ્ઞા પણ લેવડાવી હતી જે બાદ મતદાન જાગૃતિનો સંદેશ ફેલાવવા માટે વોક થોન ફોર ઇલેક્શન અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વોક થોન ફોર ઇલેક્શન અવેનેશ કાર્યક્રમ અંતર્ગત એક વિશાળ રેલી હાલોલના કંજરી રોડ ખાતે યોજાઇ હતી જેમાં ઉપસ્થિત અધિકારીઓની આગેવાનીમાં વહીવટીતંત્રના કર્મચારીઓ પોલીકેબ કંપની, એમજી મોટર્સ અને સીયેટ કંપનીના મહિલા પુરુષ અધિકારીઓ કર્મચારીઓ મોટી સંખ્યામાં હિસ્સો લીધો હતો જેમાં વોક થોન ફોર ઇલેક્શન અવરનેશ રેલીને લીલી ઝંડી બતાવી અધિકારીઓએ પોલિટેકનિક કોલેજ ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું જે વોકથોન ફોર ઇલેક્શન અવેનરનેસ રેલી મતદાન જાગૃતિ તેનો સંદેશ ફેલાવતી કંજરી રોડ ખાતે ફરી હતી.