ધરમપુર વિધાન સભા બેઠક ઉપર આવેલ 290 મતદાન બુથ માટે મત કુટિર ઇવીએમ સહિતની તમામ સામગ્રી એક સ્થળેથી રવાના કરવા માટે બામટી ખાતે ડિસ્પેચિંગ સેન્ટર બનાવવામાં આવ્યું છે ક્યાં બુધવારે સવારથી ઝોનલ અધિકારીઓને તેમના રૂટ સાથે સામગ્રી આપવાની કામગીરી કરાશે ત્યારે તેની પૂર્વ તૈયારી આજે ડિસ્પેચિંગ સેન્ટર ઉપર વ્યવસ્થાની ચકાસણી કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરે રૂબરૂ મુલાકાત લીધી હતી
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
બામટી ખાતે આવેલ કુમાર છાત્રાલય ખાતે ચૂંટણી લક્ષી ડિસ્પેચિંગ સેન્ટર બનાવવા માં આવ્યું છે જ્યાં થી 290 બુથ માટે 34 ઝોનલ અધકારીને ચૂંટણી લક્ષી સામગ્રી વિતરણ કરવામાં આવશે જે માટે અહીં કુમાર છાત્રાલય પટાંગણમાં 17 ગાળા બનાવવામાં આવ્યા છે જ્યાં દરેક ગાળામાં ત્રણ ટેબલો લગાવવામાં આવ્યા છે આવતી કાલે એટલે કે બુધવારના રોજ અહીં થી 290 બુથ માટે 34 રૂટ ઉપર જનારા તમામ કર્મચારીઓને સામગ્રી અપાશે ત્યારે આજે ખુદ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે એ સ્થળ મુલાકાત લઈને જરૂરી સલાહ સૂચનો કર્યા હતા
તેમની સાથે આજે ધરમપુર પ્રાંત આધિકારી કેતુલ ઇટાલિયા,મામલતદાર ફ્રાન્સિસ વસાવા,ડી વાય એસ પી તેમજ ધરમપુર પોલીસ મથકના પી એસ આઈ પ્રજપતિ પણ સ્થળ ઉપર ઉપસ્થિત રહ્યા હતા